સૂર્યાની વર્ષ 2026 માં બેક ટુ બેક ફિલ્મો રિલીઝ થઈ રહી છે. કરુપ્પુ અને વિશ્વાથ એન્ડ સન્સ પછી હવે સૂર્યાની સીન થિયેટરોમાં રિલીઝ થઈ છે અને બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મે ઓપનિંગ વીકેન્ડ પર શાનદાર કલેક્શન કર્યું છે. આ ફિલ્મ પર રામાયણની રિલીઝની કોઈ ખાસ અસર જોવા મળી નથી.

ઓપનિંગ વીકેન્ડમાં ઘરઆંગણે જોરદાર કમાણી

કોઈમોઈ અનુસાર, આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 19.15 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. બીજા દિવસે ફિલ્મે 20.35 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. ત્રીજા દિવસે ફિલ્મે 23.25 કરોડ રૂપિયાની કમાણી કરી. આ સાથે ફિલ્મે ઓપનિંગ વીકેન્ડ પર કુલ 62.75 કરોડ રૂપિયાનો વકરો કર્યો છે.

સીન ફિલ્મનો બોક્સ ઓફિસ પર દબદબો

જ્યારે ફિલ્મે ભારતમાં ગ્રોસ 73.35 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ઓવરસીઝ માર્કેટમાં ફિલ્મે 43.75 કરોડ રૂપિયા કમાયા છે. ફિલ્મે વિશ્વભરમાં કુલ મળીને 117.10 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરી લીધું છે. આ સાથે જ સૂર્યાની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ પણ બનાવી દીધો છે. આ ફિલ્મ સૂર્યાના કરિયરની સેકન્ડ બિગેસ્ટ ઓપનિંગ વીકેન્ડ ધરાવતી ફિલ્મ બની ગઈ છે. સૂર્યાની ટોપ ઓપનિંગ વીકેન્ડ કલેક્શનવાળી ફિલ્મોમાં નંબર 1 પર કરુપ્પુ છે, જેણે 68 કરોડ રૂપિયા કમાયા હતા. બીજા નંબર પર હવે સીન આવી ગઈ છે, જેણે 62.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ત્રીજા નંબર પર વિશ્વાથ એન્ડ સન્સ છે, જેણે 57.85 કરોડ રૂપિયા કમાયા હતા. જ્યારે ચોથા નંબર પર 'કંગુવા' છે, જેણે ઓપનિંગ વીકેન્ડ પર 53.6 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

Suriya Scene, South Cinema (1)

2026ની સાતમી હાઈએસ્ટ ગ્રોસિંગ કોલીવુડ ફિલ્મ

આ સાથે જ સીન વર્ષ 2026 ની સાતમી હાઈએસ્ટ ગ્રોસિંગ કોલીવુડ ફિલ્મ બની ગઈ છે. વર્ષ 2026 ની ટોપ 10 તમિલ ફિલ્મોનું લિસ્ટ આ પ્રમાણે છે:

  • જેલર 2 – 470.05 કરોડ રૂપિયા
  • જન નાયકન – 198.57 કરોડ રૂપિયા
  • કરુપ્પુ – 198.18 કરોડ રૂપિયા
  • વિશ્વાથ એન્ડ સન્સ – 122.54 કરોડ રૂપિયા
  • મંદાદી – 101.94 કરોડ રૂપિયા
  • ડીસી – 69.33 કરોડ રૂપિયા
  • સીન – 62.75 કરોડ રૂપિયા
  • થાઈ કિઝાવી – 62.46 કરોડ રૂપિયા
  • બ્લાસ્ટ – 53.06 કરોડ રૂપિયા
  • યૂથ – 52.53 કરોડ રૂપિયા

આ પણ વાંચો-Sunil Grover : દિવાળીએ રસ્તા પર બેસી ફૂલ વેચતો જોવા મળ્યો સુનીલ ગ્રોવર! ફેન્સ થયા દંગ, વાયરલ થઈ તસવીર