SAB TVનો પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 18 વર્ષથી લોકોને એન્ટરટેન કરી રહ્યો છે. એટલું જ નહીં, આ શો ટીઆરપી (TRP) ના મામલે પણ ટોપ 10માં પોતાનો દબદબો જાળવી રહ્યો છે. આ શોના તમામ કલાકારોએ લોકો વચ્ચે પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. એવામાં જાણો તમારા ફેવરિટ શોના કલાકારોની નેટવર્થ (સંપત્તિ) વિશે.
જેઠાલાલ (દિલીપ જોષી)
લિસ્ટમાં પહેલું નામ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોના લોકપ્રિય કલાકાર જેઠાલાલ (દિલીપ જોષી) નું આવે છે. જેઠાલાલ શોમાં સૌથી વધુ ફી લે છે. રિપોર્ટ અનુસાર, દિલીપ જોષી પાસે કુલ 47 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
આત્મારામ ભીડે (મંદાર ચાંદવડકર)
બીજા નંબરે ગોકુલધામના સેક્રેટરી આત્મારામ ભીડે (મંદાર ચાંદવડકર) નું નામ સામેલ છે. શોમાં તેઓ એક શિક્ષકની ભૂમિકા ભજવતા જોવા મળે છે. ભીડેની કુલ નેટવર્થ 42 કરોડ રૂપિયા બતાવવામાં આવે છે.
બબીતા જી (મુનમુન દત્તા)
ત્રીજા સ્થાને બબીતા જી (મુનમુન દત્તા) નું નામ છે. બબીતા જી પોતાના ગ્લેમરસ અંદાજથી તારક મહેતા શોમાં ચાર ચાંદ લગાવી દે છે. શોમાં બબીતા જી અને જેઠાલાલની કેમેસ્ટ્રી લોકો ખૂબ પસંદ કરે છે. મુનમુન દત્તાની કુલ સંપત્તિ 40 કરોડ રૂપિયા છે.
કૃષ્ણન અય્યર (તનુજ મહાશબ્દે)
ચોથા નંબરે બબીતા જીના ઓનસ્ક્રીન પતિ કૃષ્ણન અય્યર (તનુજ મહાશબ્દે) નું નામ આવે છે. તનુજ મહાશબ્દેની કુલ નેટવર્થ 30 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
ચંપકલાલ ગડા (અમિત ભટ્ટ)
લિસ્ટમાં છેલ્લું નામ જેઠાલાલના ઓનસ્ક્રીન પિતા ચંપકલાલ ગડા (અમિત ભટ્ટ) નું સામેલ છે. શોમાં બાપ-દીકરાની તકરાર જોવી લોકોને ખૂબ ગમે છે. અમિત ભટ્ટ પાસે 16.4 કરોડ રૂપિયાની નેટવર્થ છે.
આ પણ વાંચો-Blockbuster : ન મોટી સ્ટારકાસ્ટ, ન પ્રમોશન, માત્ર 4 કરોડની ફિલ્મે કરી બમ્પર કમાણી!