"તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા"ના ફેન્સના મનમાં એક મુખ્ય સવાલ વારંવાર ઉદભવે છે કે દયાબેન ક્યારે પરત ફરશે? આ પાત્ર ભજવનાર દિશા વાકાણી લગભગ 8 વર્ષથી શોમાંથી ગેરહાજર છે, છતાં તે ચર્ચાનો વિષય બની રહી છે.


ફેન્સ તેને પરત ફરતી જોવા માટે ઉત્સુક છે. પરંતુ આ સવાલનો જવાબ તેના ઓનસ્ક્રીન પુત્ર ટપ્પુ પાસે હોઈ શકે છે, જે ભવ્ય ગાંધી દ્વારા ભજવવામાં આવ્યો છે. તેને આ વિશે વાત કરી છે.

ભવ્ય ગાંધીનો દિશા વાકાણી સાથે છે સંપર્ક

ભવ્યાએ ખુલાસો કર્યો કે તે હજુ પણ દિશા સાથે સંપર્કમાં છે. તેઓ વારંવાર વાત કરે છે. મીડિયા સાથેની વાતચીતમાં તેને કહ્યું કે દિશા તેના પરિવાર માટે સમય ફાળવવા માગે છે અને તારક મહેતા શો છોડ્યા પછી તેને ક્યાંય કામ કર્યું નથી.

ભવ્યએ કહ્યું કે "હું દિશા વાકાણી સાથે વારંવાર વાત કરું છું. દિશા મારી માતા સાથે પણ વાત કરે છે. પરંતુ તેઓ ક્યારેય સેટ વિશે વાત કરતા નથી. ક્યારેક જૂની યાદો તાજી થઈ જાય છે. કારણ કે તેઓ એકબીજા વિશે ખૂબ વાતો કરે છે, મને લાગે છે કે લોકો સેટ વિશે ભાગ્યે જ વાત કરે છે. આપણા જીવનમાં ઘણું બધું ચાલી રહ્યું છે, તેથી આપણું ધ્યાન તે વસ્તુઓ પર કેન્દ્રિત રહે છે અને જીવન ફક્ત કામ વિશે નથી."

દિશાએ તેના પરિવાર માટે લીધો બ્રેક

ત્યારબાદ ભવ્યએ દિશાના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પરત ફરવા અંગે ચર્ચા કરતા કહ્યું કે "આ તેનો વ્યક્તિગત નિર્ણય છે. તે ફક્ત શો વિશે નથી. તેને પોતાના જીવન માટે બ્રેક લીધો. એવું નથી કે તે બીજું કંઈ કરી રહી છે. મારું માનવું છે કે તેને થોડા સમય માટે એક્ટિંગમાંથી બ્રેક લીધો. તે શો વિશે બિલકુલ નથી. તે ફક્ત તેની પસંદગી છે. તે કદાચ હમણાં તેના પરિવાર સાથે સમય વિતાવવા માગે છે, તેના લોકો સાથે રહેવા માગે છે, બહારના લોકો સાથે રહેવાને બદલે કે ટીવી પર જોવા મળે."

ભવ્યએ એ વાતનો પણ આનંદ વ્યક્ત કર્યો કે તે હજુ પણ ટપ્પુની ભૂમિકા માટે જાણીતો છે. પરંતુ તેને હજુ સુધી ખબર નથી કે તે પહેલા કેટલી કમાણી કરતો હતો. તેનો પરિવાર આ બધું સંભાળે છે. ભવ્યએ કહ્યું કે જો તેને ફરીથી તક મળશે, તો તે ચોક્કસપણે ટપ્પુની ભૂમિકા ભજવવાનું પસંદ કરશે.

  • Follow us on: