ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી હજુ સુધી બોલીવુડના મહાન અભિનેતા ધર્મેન્દ્રના નિધનના દુઃખમાંથી બહાર આવી શકી નથી. ધર્મેન્દ્રએ હંમેશા પોતાના ફેન્સના દિલોમાં રાજ કર્યું છે, એટલે આજે પણ તેમને યાદ કરીને લોકો ભાવુક બની જાય છે. ઘણા ટીવી શોઝમાં તેમને પહેલેથી જ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. હવે ટીવીના સૌથી લાંબા સમયથી ચાલતા શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં પણ તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. શોના નવા વર્ષની ઉજવણીના એપિસોડને ધર્મેન્દ્રને સમર્પિત કરવામાં આવશે.
દર્શકો થશે ભાવુક...
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે અને તેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. અનેક બોલીવુડ સેલિબ્રિટીઝ પણ આ શોમાં આવી ચૂક્યા છે, જેને જોઈને ઓડિયન્સ ખૂબ ખુશ થઈ જાય છે. હવે ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપતો આ એપિસોડ જોઈને દર્શકો ભાવુક થવાના છે.













