આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક ટોક્સિક: અ ફેરીટેલ ફોર ગ્રોન-અપ્સ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. 26 ઓગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે, ફિલ્મને મોટી સંખ્યામાં ટીકા અને નેગેટિવ રિવ્યૂનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન ફિલ્મની અભિનેત્રી તારા સુતરિયાએ ફિલ્મના લીડ એક્ટર યશ વિશે વાત કરી છે અને જણાવ્યું છે કે વાસ્તવિક જીવનમાં યશ કેવા વ્યક્તિ છે.

તારાએ યશ વિશે કહ્યું- આવા લોકો બહુ ઓછા હોય છે

ટોક્સિકમાં યશ એક ખતરનાક પાત્રમાં જોવા મળી રહ્યા છે. તેમનું પાત્ર ગુસ્સાવાળું અને દબંગ પ્રકારનું છે. જોકે, વાસ્તવિક જીવનમાં યશ તેનાથી બિલકુલ અલગ છે. આ વાતનો ખુલાસો ફિલ્મમાં રેબેકાનું પાત્ર ભજવી રહેલી તારા સુતરિયાએ કર્યો છે. તારા સુતરિયાએ ધ મેલ ફેમિનિસ્ટ પોડકાસ્ટમાં કહ્યું, તેઓ પોતાના કરતાં બીજા લોકો વિશે વધારે વિચારે છે. આપણી ઇન્ડસ્ટ્રીમાં આવું બહુ ઓછું જોવા મળે છે. તેઓ ખૂબ જ સંવેદનશીલ અને વિચારશીલ છે. હું અત્યાર સુધી જેટલા લોકો મળી છું, તેમાં તેઓ સૌથી અલગ છે.
https://www.instagram.com/reel/DbC6YNCvN1s/?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==

અભિનેત્રીઓની સરખામણી વિશે પણ વાત કરી

તારા સુતરિયાએ આ પોડકાસ્ટમાં અભિનેત્રીઓ વચ્ચે સતત થતી સરખામણી વિશે પણ વાત કરી. તેમણે કહ્યું, ઇન્ડસ્ટ્રીમાં દરેક અભિનેત્રી પોતાની એક અલગ ભૂમિકામાં યોગ્ય લાગે છે. મારું માનવું છે કે કોઈની સાથે કોઈની સરખામણી કરી શકાય નહીં, જ્યારે સોશિયલ મીડિયા પર આવું વારંવાર કરવામાં આવે છે. જ્યારે પુરુષ કલાકારો સાથે આવું ક્યારેય કરવામાં આવતું નથી.

3 દિવસમાં ટોક્સિકની કમાણી 200 કરોડને પાર

ટોક્સિકમાં યશ અને તારા સુતરિયા ઉપરાંત કિયારા અડવાણી, રુક્મિણી વસંત, હુમા કુરેશી અને નયનતારા જેવી અભિનેત્રીઓ પણ છે. આ એક્શન એડવેન્ચર ફિલ્મ 600 કરોડ રૂપિયાના મોટા બજેટમાં બનાવવામાં આવી છે. તેનું દિગ્દર્શન ગીતુ મોહનદાસે કર્યું છે. સેકનિલ્કના અહેવાલ અનુસાર, 26 ઓગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે દુનિયાભરમાં 150 કરોડ રૂપિયા કમાયા હતા. બીજા દિવસે 40 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્રીજા દિવસે પણ ફિલ્મનું કલેક્શન સારું રહ્યું હતું. ફિલ્મે 3 દિવસમાં દુનિયાભરમાં 221 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

આ પણ વાંચો-Toxic Collection : ચોથા દિવસે જ ઊંધા માથે પટકાઈ યશની ટોક્સિક! કમાણીમાં મોટું ગાબડું!