જય ભાનુશાલી અને માહી વિજ મીડિયા રિપોર્ટ મુજબ છૂટાછેડા લઈ રહ્યા છે. પરંતુ આ સમાચાર પર બંનેમાંથી કોઈએ પણ પોતાનું મૌન તોડ્યું નથી. હાલમાં માહી વિજ લખનૌમાં છે અને જય તેની પુત્રી તારા અને બે દત્તક લીધેલા બાળકો સાથે વેકેશન એન્જોય કરી રહ્યો છે.
આ દરમિયાન જયે એક વીડિયો શેર કર્યો જેમાં તે અને તેની પુત્રી તારા મસ્તી કરતા જોવા મળે છે. કેપ્શનમાં તેને પોતાનું વર્ણન કરવા માટે "એકલા" શબ્દનો ઉપયોગ કર્યો. પરંતુ માહીએ આ પોસ્ટ પર સૌથી પહેલા કોમેન્ટ કરી હતી.
જય તેની પુત્રી સાથે વીડિયોમાં કરી રહ્યો છે મસ્તી
આ વીડિયોમાં જય તેની પુત્રી સાથે મસ્તી કરી રહ્યો છે. કેપ્શનમાં તેને લખ્યું છે કે "જ્યારે એક પિતા બાળક સાથે એકલા રહે છે, ત્યારે આવું થવાનું જ છે." માહીએ વીડિયો પર સૌથી પહેલા કોમેન્ટ કરી અને લખ્યું છે કે "તારા સૌથી સુંદર છે." જયે જવાબ આપ્યો છે કે "સાચું."
ફેન્સે આપી પ્રતિક્રિયા
જયની પોસ્ટ પર માહીની કોમેન્ટ જોઈને ફેન્સ હેરાન થઈ ગયા અને તેમને વિવિધ સવાલો પૂછી રહ્યા હતા. એક યુઝરે લખ્યું છે કે "પણ તેમના છૂટાછેડા થઈ રહ્યા છે." બીજાએ લખ્યું છે કે "શું તમને ખબર છે કે તમારા છૂટાછેડાના અહેવાલો છે?" આ સિવાય અન્ય યુઝરે લખ્યું છે કે "શું છૂટાછેડાના અહેવાલો ખોટા છે?"
મીડિયા રિપોર્ટ મુજબ બંને અલગ થઈ રહ્યા છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે "ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ કંઈ બદલાયું નથી. અલગ થયાને ઘણો સમય થઈ ગયો હતો. તેમને થોડા મહિના પહેલા છૂટાછેડા માટે અરજી કરી હતી. જુલાઈ-ઓગસ્ટમાં કાગળો પર સાઈન કરવામાં આવી હતી અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું, અને બાળકોની કસ્ટડી પણ નક્કી કરવામાં આવી છે."
મીડિયા રિપોર્ટમાં એવો પણ દાવો કર્યો હતો કે તેમના સંબંધોમાં તિરાડ વિશ્વાસના મુદ્દાઓને કારણે હતી. "એક સમયે તેમના સંયુક્ત વ્લોગ્સ માટે જાણીતા હતા. આ સિવાય તેમને સાથે ફોટા પોસ્ટ કરવાનું બંધ કરી દીધું છે. તેમની છેલ્લી કોલાબ્રેશન ફેમિલી પોસ્ટ જૂન 2024માં હતી." બંનેએ સોશિયલ મીડિયા પરથી એકબીજાના ફોટા ડિલીટ કરી દીધા છે, પરંતુ તેઓ હજુ પણ એકબીજાને ફોલો કરે છે.