તમિલનાડુની 234 વિધાનસભા બેઠકો માટે મતદાન 23 એપ્રિલે થયું હતું. આજે 4 મેના રોજ પરિણામો આવ્યા છે. દક્ષિણના સુપરસ્ટાર થલાપતિ વિજયની પાર્ટી, TVK, તમિલનાડુમાં આગળ છે. અભિનેતાથી રાજકારણી બનવાની વિજયની સફર ખૂબ જ રસપ્રદ રહી છે.
વિજયનું પૂરું નામ શું?
લોકો માટે તેઓ 'થલાપતિ' એટલે કે કમાન્ડર છે, પરંતુ વાસ્તવમાં વિજયનું પૂરું નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે. તેમણે તમિલ ફિલ્મ વેટ્રીથી બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે, મુખ્ય અભિનેતા તરીકે તેમની પ્રથમ ફિલ્મ નાલૈયા થીરપૂ હતી. શરૂઆતમાં અભિનેતા સુખી જીવન જીવી રહ્યા હતા, પરંતુ પછી તેમનું અંગત જીવન ચર્ચાનો વિષય બન્યું. ક્યારેક પિતા સામે કોર્ટમાં જવું તો ક્યારેક પત્ની દ્વારા છૂટાછેડાની અરજી અને સાથે જ એક્સ્ટ્રા મેરિટલ અફેરના આરોપો પણ લાગ્યા છે. આ બધી બાબતો વચ્ચે વિજય હાલ મુખ્યમંત્રી બનવાના સૌથી મજબૂત દાવેદાર છે અને તેઓ કરોડોની સંપત્તિના માલિક છે.
થલાપતિ વિજયનું ઘર કેટલા કરોડનું છે?
થલાપતિ વિજય પોતાની અમીરી અને લાઈફસ્ટાઈલને લઈને પણ લાઈમલાઈટમાં રહે છે. તેઓ એક ફિલ્મ માટે 250 કરોડ રૂપિયા સુધીની ફી વસૂલે છે. પોતાની સેકન્ડ લાસ્ટ ફિલ્મ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ (GOAT) માટે તેમણે અંદાજે 200 કરોડ ચાર્જ કર્યા હતા. તેમની આગામી ફિલ્મ જન નાયકન માટે પણ તેમણે 220 કરોડથી વધુ રકમ લીધી છે. તેઓ સલમાન ખાન કરતા પણ વધુ ફી લે છે અને સૌથી વધુ ફી લેનારા અભિનેતાઓની યાદીમાં ટોચ પર રહ્યા છે.

વિજયનું ઘર ચેન્નાઈના નીલંકરાઈ (Neelankarai) વિસ્તારમાં છે, જે ઈસ્ટ કોસ્ટ રોડ પર દરિયા કિનારે આવેલું છે. આ આલીશાન બંગલાની કિંમત 70-80 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તેમનું આ ઘર હોલીવુડ સ્ટાર ટોમ ક્રૂઝના ફ્લોરિડા સ્થિત ઘરથી પ્રેરિત હોવાનું મનાય છે.

કુલ કેટલી સંપત્તિ છે?
થલાપતિ વિજય હવે અભિનયને અલવિદા કહી ચૂક્યા છે. વર્ષ 2026ના સોગંદનામા મુજબ, તેમની પાસે કુલ 603 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
• ચલ સંપત્તિ (Movable Assets): 404 કરોડ રૂપિયા.
• સ્થાવર મિલકત (Immovable Property): 220 કરોડ રૂપિયા, જેમાં 10 રહેણાંક મિલકતો અને કોડાઈકેનાલની જમીન સામેલ છે.
• લક્ઝરી કાર કલેક્શન: તેમની પાસે 2 કરોડની BMW i7, 3 કરોડની Toyota Lexus અને Toyota Vellfire જેવી મોંઘી ગાડીઓ છે.
• વાર્ષિક આવક: નાણાકીય વર્ષ 2024-25માં તેમની વાર્ષિક આવક 184.53 કરોડ રૂપિયા રહી હતી.
આ પણ વાંચો-Thalapathy Vijay : 8 વર્ષ નાની હિરોઈન માટે પત્નીને આપ્યો દગો, 27 વર્ષ પછી થશે છૂટાછેડા?