સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બે દિગ્ગજ કલાકારો, થલાપતિ વિજય અને ત્રિશા કૃષ્ણન હાલમાં તેમની ફિલ્મો કરતા વધુ તેમના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ઉડી રહી છે કે આ જોડી એકબીજાને ડેટ કરી રહી છે. વિજય અને તેની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા અણબનાવના અહેવાલો બાદ આ ચર્ચાઓએ વધુ જોર પકડ્યું છે. તાજેતરમાં એક લગ્ન સમારોહમાં બંને સાથે જોવા મળતા ચાહકોએ તેમની કેમેસ્ટ્રી વિશે અનેક તર્ક-વિતર્ક શરૂ કર્યા હતા.


માતા ઉમા કૃષ્ણનની પ્રતિક્રિયાએ વધાર્યું સસ્પેન્સ

તાજેતરમાં એક ફેન દ્વારા બનાવેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિજય અને ત્રિશા આગામી ચૂંટણીઓ પછી તેમના સંબંધોને સત્તાવાર જાહેર કરી શકે છે અને લગ્ન પણ કરી શકે છે. નવાઈની વાત એ છે કે, ત્રિશાની માતા ઉમા કૃષ્ણનએ આ વીડિયોને 'લાઈક' કર્યો છે. માતાની આ નાનકડી પ્રતિક્રિયાના સ્ક્રીનશોટ વાયરલ થતા જ ચાહકોમાં આનંદની લહેર દોડી ગઈ છે. ઘણા લોકો તેને લગ્નનો પરોક્ષ સંકેત માની રહ્યા છે, જ્યારે કેટલાક તેને માત્ર પુત્રી પ્રત્યેનો ટેકો ગણાવી રહ્યા છે.

કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી

જોકે, હજુ સુધી વિજય કે ત્રિશા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. વિજય હાલમાં તેના રાજકીય કરિયર અને આગામી ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. આ જોડીએ ભૂતકાળમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને પડદા પર તેમની જોડી હંમેશા પ્રેક્ષકોની ફેવરિટ રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ સોશિયલ મીડિયાની અટકળો વાસ્તવિકતામાં બદલાય છે કે કેમ.

આ પણ વાંચોઃ Suryakumar Yadav અને ફેમસ સિંગર શ્રેષા ઘોષાલનું શું છે ક્નેક્શન? જણાવ્યો એક રસપ્રદ કિસ્સો

  • Follow us on: