બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના અવાજવાળી કોલર ટ્યુન પર હવે બ્રેક લાગશે, હવે તમે તમારા કોલિંગ પર તમને દેવિયોં સજ્જનોવાળી કોલર ટ્યુન સાંભળવા નહીં મળે. સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે, અને તેના પાછળનું કારણ એ છે કે આજકાલ સાયબર અપરાધોને લઈને કોલર ટ્યુન સંભળાઈ રહી હતી હવે તેને ઓફિશિયલી બંધ કરવામાં આવી છે.


અમિતાભ બચ્ચન જે અભિયાનથી દેશના નાગરિકોને સાયબર ક્રાઈમથી બચવા માટે કોલર ટ્યુનના માધ્યમથી જે ચેતવણી આપી રહ્યા હતા હવે તે અભિયાન સમાપ્ત થઈ ગયું છે. એટલા માટે ભારત સરકારે કોલર ટ્યુનને પુરી રીતે બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. એટલે હવે તમે જ્યાં પણ કોલ કરશો તમને અમિતાભ બચ્ચનના અવાજવાળો એલર્ટ કોલર ટ્યુન નહીં સંભળાય.

યુઝર્સ નિરાશા વ્યક્ત કરી હતી

અગાઉ ઘણા યુઝર્સે આ સાયબર એલર્ટ કોલર ટ્યુન પર નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, કેટલાક યુઝર્સે સોશિયલ મીડિયા દ્વારા અમિતાભ બચ્ચનને ફરિયાદ કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, તેઓએ તેમને ટ્રોલ પણ કરવાનું શરૂ કર્યું હતું. લોકો કહે છે કે કટોકટીની પરિસ્થિતિઓમાં, કોલર ટ્યુનને કારણે, કોલ કનેક્ટ થવામાં ઘણો સમય લાગે છે.

અમિતાભ બચ્ચને આપ્યો આ જવાબ

એક યુઝરે અમિતાભ બચ્ચનને કોલર ટ્યુન બંધ કરવા કહ્યું હતું. આના પર બિગ બીએ જવાબ આપ્યો, 'હા સાહેબ, હું પણ ફેન છું. તો??' આના પર યુઝરે જવાબ આપ્યો, તો ફોન પર વાત કરવાનું બંધ કરો. યુઝરની આ કોમેન્ટ પર અમિતાભ બચ્ચને જવાબ આપ્યો, 'સરકાર ભાઈને કહો, તેમણે અમને જે કરવાનું કહ્યું તે કર્યું.' આ રીતે તેમણે ટ્રોલર્સનું મોં બંધ કરી દીધું.


  • Follow us on: