આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એક 'કિંગ'ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે. વર્ષ 2023 પછી શાહરૂખ ખાન ફરી એકવાર મોટા પડદા પર વાપસી કરી રહ્યા છે. આ ફિલ્મ શાહરૂખ ખાન અને તેમના પરિવાર માટે પણ ખૂબ ખાસ છે, કારણ કે આ ફિલ્મથી તેમની દીકરી સુહાના ખાન થિયેટરમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

હવે આ મોસ્ટ અવેટેડ એક્શન-થ્રિલર ફિલ્મના ટ્રેલરને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. આ ફિલ્મ 24 ડિસેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ત્યારે ફિલ્મનું ટ્રેલર ક્યારે આવશે?

તાજેતરમાં 'વેરાયટી ઇન્ડિયા'ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે શાહરૂખ ખાનની ફિલ્મ 'કિંગ' ક્રિસમસના અવસર પર રિલીઝ થશે. અહેવાલ મુજબ, ફિલ્મનું ટ્રેલર 14 ડિસેમ્બરે રિલીઝ થઈ શકે છે.

ત્યારબાદ 24 ડિસેમ્બરે ફિલ્મ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. એટલે કે ફિલ્મની રિલીઝના 10 દિવસ પહેલાંથી જ કાઉન્ટડાઉન શરૂ થઈ જશે.

ક્યારે આવશે 'કિંગ'નું ટ્રેલર?

અહેવાલ મુજબ, ફિલ્મનું ટ્રેલર 14 ડિસેમ્બરે રિલીઝ થઈ શકે છે. આ પહેલાં 2 નવેમ્બરે શાહરૂખ ખાનના જન્મદિવસ નિમિત્તે ફિલ્મનું પહેલું ગીત 'તૂ મિલ જાયે' રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગીતમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવી હતી.

હવે એવા અહેવાલો છે કે ટ્રેલર પહેલાં આ જ મહિનામાં ફિલ્મનું બીજું નવું ગીત પણ રિલીઝ થઈ શકે છે. ફિલ્મનું સંગીત સચિન-જીગરની જોડીએ તૈયાર કર્યું છે.

સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી 'કિંગ'માં અનેક મોટા કલાકારો જોવા મળશે. શાહરૂખ ખાન, સુહાના ખાન અને દીપિકા પાદુકોણ ઉપરાંત અભિષેક બચ્ચન, અનિલ કપૂર, રાની મુખર્જી, જેકી શ્રોફ, અરશદ વારસી, જયદીપ અહલાવત અને રાઘવ જુયાલ જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

2023 પછી મોટા પડદા પર શાહરૂખની વાપસી

'પઠાણ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપ્યા બાદ શાહરૂખ ખાન ફરી એકવાર નિર્દેશક સિદ્ધાર્થ આનંદ સાથે કામ કરી રહ્યા છે. વર્ષ 2023માં 'પઠાણ', 'જવાન' અને 'ડંકી' જેવી ફિલ્મો આપ્યા બાદ શાહરૂખ ખાન હવે લગભગ ત્રણ વર્ષના અંતરાલ પછી મોટા પડદા પર પરત ફરી રહ્યા છે.

આ પણ વાંચો:UPમાં ગમખ્વાર અકસ્માત! મૃતદેહ લઈને જતી એમ્બ્યુલન્સ પિકઅપ સાથે અથડાઈ, 5નાં મોત