ટીવી દર્શકો માટે અત્યારે મોસ્ટ એન્ટરટેઈન પીરિયડ ચાલી રહ્યો છે. દર્શકો અત્યારે બિગબોસ, રાઈઝ એન્ડ ફોલ અને બચ્ચનના કેબીસી જેવા રિયાલિટી શોનો ભરપૂર આનંદ લઈ રહ્યા છે. આ સપ્તાહમાં બિગ બોસ 19 અને રાઇઝ એન્ડ ફોલ શોને લઈને દર્શકોમાં ખાસ ઉત્સાહ છે. કારણ કે આ બંને રિયાલિટી શો તેના ફિનાલે નજીક છે. રાઇઝ એન્ડ ફોલનો ગ્રાન્ડ ફિનાલેને લઈને દર્શકો પણ મનપસંદ સ્પર્ધકોને મતદાન કરી રહ્યા છે. ત્યારે આકૃતિ નેગી Rise And Fallની વિનર બનશે તેવી સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા છે.


અશ્નીરનો શો દર્શકોને આવ્યો પસંદ

અશ્નીરના "રાઇઝ એન્ડ ફોલ" રિયાલિટી શોએ દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું. આ શોની શરૂઆત 16 સ્પર્ધકો સાથે થઈ હતી. ત્યારબાદ એક પછી એક સ્પર્ધકની સફરનો અંત આવ્યો. જેમ જેમ શો તેના અંતિમ તબક્કાની નજીક આવી રહ્યો છે, તેમ તેમ ત્રણ વધુ સેલિબ્રિટી સ્પર્ધકો બહાર થઈ ગયા છે. રાઇઝ એન્ડ ફોલનો ગ્રાન્ડ ફિનાલે પહેલા કીકુ શારદા, આદિત્ય નારાયણ અને નયનદીપ રક્ષિતને નોમિનેટ કરાતા તેમના ફેન્સ પણ આશ્ચર્યચકિત થયા. ત્યારે આ શોમાં આકૃતિ નેગી વિનર બનશે કે પછી હિરોઈન તેને લઈને સોશિયલ મીડિયાનું કમેન્ટ બોક્સ છલકાઈ રહ્યું છે. 

પવનસિંહે હિરોઈન બનાવવાનું આપ્યું વચન

કારણ કે જયારે રાઈઝ એન્ડ ફોલ શોની શરૂઆત થઈ હતી ત્યારે અભિનેતા પવનસિંહે આકૃતિને હિરોઈન બનવાની ઓફર કરી હતી. પવનસિંહે કહ્યું  હતું કે તારો ફેસ હિરોઈન જેવો છે એટલે તારે ચોક્કસ વિચાર કરવો જોઈએ.  પવન સિંહે તેને પોતાની હીરોઈન બનાવવાનું વચન આપ્યું હતું. શોમાં અભિનેતા પવન અને આકૃતિ હંમેશા એકબીજા સાથે મજાક મસ્તી કરતા જોવા મળ્યા હતા. "રાઇઝ એન્ડ ફોલ" ના સૌથી મજબૂત સ્પર્ધકોમાંની એક છે  આકૃતિ નેગી. આકૃતિ શોમાં તે આવતાની સાથે જ દર્શકોની પ્રિય બની ગઈ હતી. 

આકૃતિ નેગી એક સારી ખેલાડી, બની શકે વિનર

દર્શકોનું માનવું છે કે આકૃતિ નેગી એક સારી ખેલાડી છે. આકૃતિએ પોતાના અંગત જીવનને સ્પર્શ્યા વિના પોતાના રમત પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અત્યારે સલમાનનના બિગ બોસ 19 અને અશ્નીરના રાઇઝ એન્ડ ફોલ બંને રિયાલિટી શોનો દર્શકો આનંદ લઈ રહ્યો છે. એક શોમાં ભાગ લેનાર સ્પર્ધકના વ્યક્તિત્વ વિશે બતાવે છે, જ્યારે બીજો શોમાં ભાગ લેનાર સ્પર્ધક નેતૃત્વ દર્શાવવા અને કઠિન નિર્ણયો લેવા કેવી રીતે સક્ષમ છે તે બતાવે છે. પંકજ ત્રિપાઠી, ઈશાન કિશન, આકાશ દીપ અને નીતિશ કુમાર રેડ્ડી શો જેવા રમતગમતના કલાકારો આકૃતિને ટેકો આપી રહ્યા છે. ત્યારે એવું ચોક્કસપણે લાગે છે કે આકૃતિ નેગી "રાઇઝ એન્ડ ફોલ" રિયાલિટીની શોની વિનર બની શકે છે.

  • Follow us on: