ટેલિવિઝન ઉદ્યોગના જાણીતા અને લોકપ્રિય અભિનેતા કરણવીર બોહરા હાલમાં પોતાની વ્યાવસાયિક કારકિર્દી કરતા અંગત જીવનને કારણે ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને મનોરંજક જગતમાં એવી જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી હતી કે ત્રણ દીકરીઓના પિતા એવા કરણવીર બોહરા અને તેમની પત્ની તીજય સિદ્ધુ વચ્ચેના 20 વર્ષ જૂના લગ્નસંબંધો હવે તૂટવાના આરે છે અને બંને છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. આ અફવાઓએ તેમના ચાહકોમાં પણ ભારે ચિંતા અને આશ્ચર્ય ફેલાવ્યું હતું.

અભિનેતા કરણવીર બોહરાએ મૌન તોડ્યું

આ સમગ્ર વિવાદ અને અટકળો વચ્ચે આખરે અભિનેતા કરણવીર બોહરાએ છૂટાછેડાના આ સમાચારો પર પોતાનું મૌન તોડ્યું છે.તાજેતરમાં મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં જ્યારે તેમને તેમના દાંપત્ય જીવનમાં તિરાડ પડવા અને છૂટાછેડા અંગે સીધો સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે અત્યંત સંયમિત અંદાજમાં પ્રતિક્રિયા આપી હતી. કરણવીરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "હું હમણાં આ બાબતે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવા માંગતો નથી."

છૂટાછેટા પર કઇ પણ કહેવાની પાડી ના

તેમણે પોતાની વાતને વધુ સ્પષ્ટ કરતા ઉમેર્યું હતું કે જ્યારે તેઓ કોઈ ચોક્કસ વિષય પર ખુલીને વાત કરવા તૈયાર ન હોય, ત્યારે તેઓ પોતાના વિચારો ખૂબ જ આદરપૂર્વક વ્યક્ત કરે છે અને તેમને પૂરી આશા છે કે લોકો તેમની આ ગોપનીયતા અને સ્થિતિને સમજી શકશે. લગ્નજીવનની અફવાઓ અને નકારાત્મક વાતોનો સામનો કરવાના સવાલ પર અભિનેતાએ મક્કમતાપૂર્વક કહ્યું કે તેઓ ક્યારેય આવી બાબતોને પોતાના ઉપર હાવી થવા દેતા નથી. ભલે લોકો તેમના વિશે ગમે તેવી અક્ષમ્ય કે નકારાત્મક વાતો ફેલાવતા હોય, પરંતુ તેનાથી તેમને કોઈ માનસિક પરેશાની કે ખરાબ અનુભવ થતો નથી.

અંગત જીવને મીડિયાથી દૂર રાખવા ઇચ્છે છે

કરણવીર બોહરાના આ નપૂંસક અને સાવચેતીપૂર્વકના નિવેદનથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ હાલ પોતાના અંગત જીવનને મીડિયાની નજરોથી દૂર રાખવા માગે છે. જોકે, છૂટાછેડા અંગે તેમણે સીધો ઇનકાર ન કરવાને કારણે ચાહકો અને મીડિયામાં આ ચર્ચાઓ હજુ પણ યથાવત છે, અને આગામી સમયમાં આ જોડી શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકી રહી છે.

આ પણ વાંચોઃ Raja Raghuvanshi Murder Case : સુપ્રીમ કોર્ટે સોનમને સરેન્ડર કરવાની આપી સલાહ, 23 જુલાઇએ કરાશે નિર્ણય