બોલીવુડ એક્ટર ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ હુમલામાં સામેલ આરોપીઓની પોલીસ સતત પૂછપરછ કરી રહી છે, ત્યારે હવે માહિતી મળી છે કે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે હુમલા પછી ટાઇગર શ્રોફનું નિવેદન પણ નોંધ્યું હતું. 

હુમલાના બીજા દિવસે ટાઇગરને મળી ક્રાઇમ બ્રાન્ચની ટીમ

અહેવાલો મુજબ, ક્રાઇમ બ્રાન્ચે ટાઇગર શ્રોફ સાથે હુમલાના બીજા જ દિવસે એટલે કે 19 ઓક્ટોબરે મુલાકાત કરી હતી. જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક્ટરને મળવા પહોંચી ત્યારે તેઓ ઘરે નહોતા, પરંતુ હોસ્પિટલમાં તપાસ માટે ગયા હતા. એ સમયે ક્રાઇમ બ્રાન્ચે એક્ટરનું એક વિસ્તૃત નિવેદન નોંધ્યું હતું.

કોઈપણ પ્રકારની ધમકી મળવાનો ટાઇગર શ્રોફનો ઇનકાર

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ક્રાઇમ બ્રાન્ચે ટાઇગરને ઘટના સાથે જોડાયેલા મહત્વના પાસાઓ પર સવાલો પૂછ્યા હતા. અધિકારીઓએ એક્ટરને એ પણ પૂછ્યું હતું કે શું ફાયરિંગ પહેલાં તેમને કોઈ પ્રકારની ધમકી મળી હતી. જોકે, એક્ટરે હુમલા પહેલાં કોઈ પણ પ્રકારની ધમકી મળી હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

Tiger Shroff Firing Case (8)

18 ઓક્ટોબરે ટાઇગર પર થયો હતો હુમલો

18 ઓક્ટોબરની સાંજે જુહુના પુષ્પા નરસી પાર્ક (ગ્રાઉન્ડ) પર ટાઇગર પર હુમલો થયો હતો. જ્યારે ટાઇગર ફૂટબોલ મેચ રમીને પોતાની કારમાં બેસીને નીકળી રહ્યા હતા, ત્યારે બાઇક પર સવાર 3 યુવકોમાંથી 2 જણાએ ફાયરિંગ કર્યું હતું. એકની બંદૂક જામ થઈ ગઈ હતી, જ્યારે બીજા યુવકે 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં ટાઇગર સુરક્ષિત બચી ગયા હતા અને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે તેમના ડ્રાઇવર અને એક ફેન ઘાયલ થયા હતા.

તમામ 11 આરોપીઓ પર લાગ્યો મકોકા

હુમલાના બીજા જ દિવસે પોલીસે ત્રણેય મુખ્ય આરોપીઓની કોટાથી ધરપકડ કરી લીધી હતી. આ કેસમાં અન્ય લોકો પણ સંડોવાયેલા હતા. અત્યાર સુધીમાં પોલીસે કુલ 11 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે તમામ આરોપીઓ સામે મહારાષ્ટ્રનો કડક કાયદો મકોકા (MCOCA - મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) લગાવી દીધો છે.

આ પણ વાંચો-Ramayana Sita : બિગ બીએ પૂછ્યું- 'કેવો લાઇફ પાર્ટનર જોઈએ?' સાઈ પલ્લવીએ આપ્યો શાનદાર જવાબ!