બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર થયેલા ગોળીબારની ઘટનાથી સમગ્ર દેશમાં ચકચાર મચી જવા પામી છે. મુંબઈ જુહુ જેવા પોશ વિસ્તારમાં રાત્રિના સમયમાં ટાઈગર પર પાંચ ફાયરિંગ થયા હતા. આ ઘટના આજે સમચારની હેડલાઈન બની છે. ફાયરિંગ ઘટનાથી ટાઈગરના ફેન્સ ચિંતિત થયા હતા. દરમિયાન ટાઈગરના પિતા જેકી શ્રોફનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. 

પિતા જેકી શ્રોફની ટીમ દ્વારા પુષ્ટિ: "ટાઇગર સંપૂર્ણપણે સુરક્ષિત છે"

ટાઈગર પર ફાયરિંગ ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા જ શ્રોફ પરિવાર અને લાખો ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે, અભિનેતાના પિતા અને દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફની ટીમે તાત્કાલિક નિવેદન આપીને સ્પષ્ટ કર્યું હતું કે ટાઇગર એકદમ સ્વસ્થ અને સુરક્ષિત છે. આ હુમલા બાદ અભિનેતાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અન્ય એક વીડિયોમાં ટાઇગર પોલીસ સુરક્ષા વચ્ચે કારમાં બેઠેલા નજરે પડે છે, જેમાં તેમના હાથ પર ડ્રેસિંગ પાટો પણ જોવા મળ્યો હતો.

જુહુ પોલીસ સ્ટેશનથી માત્ર 350 મીટર દૂર થયો હુમલો

આ ઘટના રવિવારે સાંજે લગભગ 7 વાગ્યે મુંબઈના જુહુ વિસ્તારમાં પુષ્પા નરસી પાર્ક નજીક બની હતી. જેમાં ટાઇગર શ્રોફની કાર પર પાંચ રાઉન્ડ ગોળીબાર કરાતા અભિનેતાને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે તે સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દરમિયાન ટાઈગરને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો અને હાલ તેમની તબિયત સુધારા પર છે. જો કે આ ઘટનામાં ટાઇગરના ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી તેમને વધુ સારી સારવાર માટે કૂપર હોસ્પિટલમાંથી KEM હોસ્પિટલમાં રિવર (ખસેડવામાં) કરવામાં આવ્યા છે.

હુમલા પહેલાં રેકી કરાઈ હોવાની શંકા

પોલીસને શંકા છે કે શૂટર્સે હુમલા પહેલાં ટાઇગર શ્રોફની રેકી કરી હતી. કારણ કે ટાઇગર દર રવિવારે પુષ્પા નરસી પાર્કમાં લગભગ બે કલાક ફૂટબોલ રમવા જાય છે. હુમલાખોરો તેમના આ ડેઇલી રૂટિનથી વાકેફ હતા અને પાર્કના ગેટ બહાર જ તેમની રાહ જોઈ રહ્યા હતા. રવિવારે રમત પૂરી કરીને જ્યારે ટાઇગરની કાર પાર્ક પાસે રોકાઈ અને તેમને જોવા લોકો એકઠા થયા, ત્યારે જ બાઇક પર આવેલા ત્રણ શૂટર્સે ગોળીબાર અંજામ આપ્યો હતો. આ ઘટના જુહુ પોલીસ સ્ટેશનથી માત્ર 350 મીટરના અંતરે બની હતી. પોલીસે બાઇક જપ્ત કરીને તેના રજિસ્ટ્રેશન, ચેસિસ અને એન્જિન નંબરના આધારે તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો : Tiger Shroff Firing : શું ગોળી વાગે એની રાહ જુઓ છો?” ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ જીશાન સિદ્દીકીનો સરકારને સવાલ