લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં ઘણા પાત્રો દર્શકોના પ્રિય છે અને આ શો 17 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરાવી રહ્યો છે. તારક મહેતાના ઘણા કલાકારો પોતાના અભિનયથી ઘર-ઘરમાં ફેમસ બન્યા છે તેથી દર્શકોને તેમની રિયલ લાઈફ સાથે જોડાયેલી માહિતી જાણવી ખૂૂબ જ ગમે છે. ત્યારે શો સાથે જોડાયેલ આત્મારામ તુકારામ ભીડે ઉર્ફે ભીડે માસ્ટરનું એક પાત્ર પણ છે.


ભીડે માસ્ટરને વાસ્તવિકમાં કેટલી છે દિકરીઓ?

ભીડે માસ્ટરનું પાત્ર અભિનેતા મંદાર ચાંદવાડકર ભજવી રહ્યા છે. તેમને આ ભૂમિકા ખૂબ જ પસંદ કરવામાં આવી છે. આજે અમે તમને ભીડે માસ્ટરના પાત્ર સાથે જોડાયેલી એક રસપ્રદ વાત જણાવી રહ્યા છીએ જે તમે નહીં જાણતા હોય. શોમાં બતાવવામાં આવ્યું છે કે ભીડે માસ્ટર અને તેમની પત્ની માધવીને એક પુત્રી છે. જોકે, વાસ્તવિક વાર્તામાં આવું નથી. તેમને 3 દિકરીઓ છે. હકીકતમાં આ શો પ્રખ્યાત ગુજરાતી લેખક તારક મહેતાના પુસ્તક 'દુનિયા ને ઊંધા ચશ્મા' પર આધારિત છે. તેઓ સાપ્તાહિક મેગેઝિનમાં 'દુનિયા ને ઊંધા ચશ્મા' નામનો કોલમ લખતા હતા. પાછળથી તે કોલમનું પુસ્તક બનાવવામાં આવ્યું. તે કોલમની કહાનીમાં ભીડે માસ્ટરને ત્રણ પુત્રીઓ છે.

ભવ્ય ગાંધીએ શું કહ્યું?

ભવ્ય ગાંધીએ પણ એક વાર આ વિશે વાત કરી હતી. ભવ્ય ગાંધીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ટપ્પુનું પાત્ર ભજવ્યું છે. એક યુટ્યુબ ચેનલને આપેલા એક જૂના ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, તારક દાદાએ મેગેઝિન માટે 36 વર્ષ સુધી કોલમ લખ્યા હતા. તેમનો લેખ આ મેગેઝિનમાં છેલ્લા પાનાથી ત્રીજા કે ચોથા પાના પર આવતો હતો. તેમાં ભીડે માસ્ટરને ત્રણ પુત્રીઓ છે. તેમણે આગળ કહ્યું કે, ભીડે માસ્ટરની બીજી દીકરી ટપ્પુ સાથે જોડાયેલી છે. તેથી તે જોડાણ સિરિયલમાં પણ રાખવામાં આવ્યું હતું પરંતુ તેને વધુ લંબાવવામાં આવ્યું ન હતું. 


  • Follow us on: