સાઉથ સિનેમાથી લઈને બોલવીુડ સુધી અનેક ફિલ્મો રિલીઝ થઈ છે, જેણે દર્શકોને પોતાના દિવાના બનાવ્યા છે. પરંતુ આજે અમે તમને એવી 7 ફિલ્મો વિશે જણાવીશું, જેમણે પહેલા જ દિવસે સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ખાસ વાત એ છે કે પહેલા સ્થાને ધુરંધર 2 અને બાહુબલી 2 બંને ફિલ્મો નથી. IMDbના અહેવાલ અનુસાર જાણો કે કઈ ફિલ્મે ઓપનિંગ ડે પર દુનિયાભરમાં સૌથી વધુ કમાણી કરી છે.

પુષ્પા 2

યાદીમાં પહેલું નામ અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2નું આવે છે. આ ફિલ્મનું દિગ્દર્શન સુકુમારે કર્યું હતું. પુષ્પા 2 એ પહેલા દિવસે દુનિયાભરમાં ₹274.6 કરોડની કમાણી કરી હતી. જ્યારે ફિલ્મે પ્રીમિયર પર ₹16.2 કરોડની કમાણી કરી હતી.

RRR

બીજા સ્થાને જુનિયર એનટીઆર અને રામ ચરણ અભિનિત ફિલ્મ RRRનું નામ છે. આ ફિલ્મમાં બોલવીુડ કલાકારો અજય દેવગન અને આલિયા ભટ્ટે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ફિલ્મે પહેલા દિવસે દુનિયાભરમાં ₹223.5 કરોડની કમાણી કરી હતી.

બાહુબલી 2

યાદીમાં ત્રીજા સ્થાને સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ બાહુબલી 2નું નામ આવે છે. આ ફિલ્મનું દિગ્દર્શન એસ. એસ. રાજામૌલીએ કર્યું હતું. ફિલ્મે ઓપનિંગ ડે પર દુનિયાભરમાં ₹214.5 કરોડની કુલ કમાણી કરી હતી.

ધુરંધર 2

ચોથા સ્થાને બોલવીુડ સુપરસ્ટાર રણવીર સિંહની ફિલ્મ ધુરંધર 2નું નામ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. ફિલ્મે પહેલા દિવસે દુનિયાભરમાં ₹205 કરોડની શાનદાર કમાણી કરી હતી.

કલ્કિ 2898 એડી

પાંચમા સ્થાને સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ કલ્કિ 2898 એડીનું નામ છે. આ એક સાયન્સ ફિક્શન ફિલ્મ છે, જેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. આ ફિલ્મે પહેલા દિવસે દુનિયાભરમાં ₹176.8 કરોડની કમાણી કરી હતી. ફિલ્મમાં પ્રભાસ સાથે કમલ હાસન, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

KGF 2

છઠ્ઠા સ્થાને પ્રશાંત નીલની ફિલ્મ KGF 2નું નામ છે. આ ફિલ્મમાં યશ સાથે સંજય દત્ત અને રવીના ટંડન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મે રિલીઝના પહેલા દિવસે દુનિયાભરમાં ₹159.2 કરોડની શાનદાર કમાણી કરી હતી.

સલાર

યાદીમાં છેલ્લે પ્રભાસની ફિલ્મ સલારનું નામ છે. આ એક એક્શન-થ્રિલર ફિલ્મ છે, જેણે દર્શકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ ફિલ્મનું એક્શન આજે પણ દર્શકોની પહેલી પસંદ છે. સલારનું દિગ્દર્શન પ્રશાંત નીલે કર્યું હતું. ફિલ્મે ઓપનિંગ ડે પર દુનિયાભરમાં ₹158.8 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હતું.

આ પણ વાંચો-TMKOCના 18 વર્ષ પૂર્ણ, જશ્નમાં ડૂબી આખી ટીમ, બબિતા જી અને જેઠાલાલે લૂંટી મહેફિલ!