યશની આગામી ફિલ્મ ટૉક્સિક: અ ફેરીટેલ ફોર ગ્રોન અપ્સ આ વર્ષની સૌથી ચર્ચિત અને મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં રિલીઝ થવાની છે, પરંતુ અત્યાર સુધી તેનો ટ્રેલર રિલીઝ થયો નથી. હવે મેકર્સે નવું પોસ્ટર શેર કરીને ટ્રેલરની રાહ જોઈ રહેલા ફેન્સને ખુશખબર આપી છે. મેકર્સે સોશિયલ મીડિયા પર નવું પોસ્ટર શેર કરીને ટ્રેલરની રિલીઝ તારીખ જાહેર કરી છે. પોસ્ટરમાં યશ સૂમસામ જગ્યાએ ઉભા જોવા મળે છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ પોસ્ટર સાથે મેકર્સે જણાવ્યું છે કે હવે ફેન્સને માત્ર 1 અઠવાડિયાની રાહ જોવી પડશે.
ટ્રેલર ક્યારે રિલીઝ થશે?
KVN પ્રોડક્શન્સે આપેલી માહિતી મુજબ યશની ફિલ્મ ટૉક્સિકનું ટ્રેલર શનિવાર, 8 ઓગસ્ટ 2026ના રોજ રિલીઝ થશે. જોકે, ટ્રેલર કયા સમયે આવશે તેની માહિતી આપવામાં આવી નથી, પરંતુ આ જાહેરાત પછી ફેન્સનો ઉત્સાહ વધી ગયો છે. ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું નવું બ્લેક એન્ડ વ્હાઇટ પોસ્ટર શેર કરતાં યશે લખ્યું, કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે... ટૉક્સિકનું ટ્રેલર 08-08-2026ના રોજ આવી રહ્યું છે. ટૉક્સિક: અ ફેરીટેલ ફોર ગ્રોન અપ્સ 26-08-2026થી દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
https://www.instagram.com/p/DbfGwHFPnbV/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
મેકર્સ દ્વારા જાહેર કરાયેલા નવા બ્લેક એન્ડ વ્હાઇટ પોસ્ટરમાં યશ રાત્રિના સમયે વરસાદથી ભીની થયેલી રોડ પર એકલો ઉભો જોવા મળે છે. તેણે હેટ અને લાંબો કોટ પહેર્યો છે અને તેમના હાથમાં બંદૂક હોવાનું પણ જોવા મળે છે.
ટૉક્સિકની સ્ટારકાસ્ટ અને અન્ય વિગતો
ગીતુ મોહનદાસના નિર્દેશનમાં બનેલી ટૉક્સિક 26 ઓગસ્ટ 2026ના રોજ દુનિયાભરમાં રિલીઝ થશે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મમાં યશ સાથે કિયારા અડવાણી, તારા સુતારિયા, નયનતારા, હુમા કુરેશી અને રુક્મિણી વસંત જેવા ઘણા જાણીતા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ પહેલા માર્ચમાં રિલીઝ થવાની હતી, પરંતુ કેટલાક કારણોસર મેકર્સે તેની રિલીઝ તારીખ આગળ ધપાવી હતી. હવે લાંબી રાહ બાદ ફિલ્મ આખરે રિલીઝ માટે સંપૂર્ણ તૈયાર છે, જેને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા છે.
ટૉક્સિકનું લેડીઝ એન્ડ લેડીઝ ટીઝર અને ગીતો
આ પહેલાં 1 જુલાઈના રોજ મેકર્સે ફિલ્મનું ખાસ ટીઝર લેડીઝ એન્ડ લેડીઝ જાહેર કર્યું હતું, જેમાં યશ સાથે નયનતારા, કિયારા અડવાણી, હુમા કુરેશી, તારા સુતારિયા અને રુક્મિણી વસંતની ઝલક જોવા મળી હતી. ફિલ્મનું નવું ગીત મધહોશ પણ રિલીઝ થયું હતું, જેમાં યશ કિયારા અડવાણી અને તારા સુતારિયા સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં યશ રાયા અને ટિકિટના ડબલ રોલમાં જોવા મળશે. જ્યારે કિયારા અડવાણી નાદિયા, નયનતારા ગંગા, હુમા કુરેશી એલિઝાબેથ, તારા સુતારિયા રેબેકા અને રુક્મિણી વસંત મેલિસાના પાત્રમાં જોવા મળશે.
આ પણ વાંચો-Hollywoodથી તારક મહેતાના સેટ પર પહોંચ્યો સ્પાઇડર-મેન, ચંપકલાલના પગે લાગતા જેઠાલાલ બોલ્યા- સંસ્કારી!