ટીવી શો ક્યોકિ સાસ ભી કભી બહૂથી સિરિયલ પાછી આવી છે. શોની બીજી સિઝનને વધારે પસંદ કરવામાં આવી રહી છે અને હર કોઇ તેના વખાણ કરતા નથી થાકતા, સ્મૃતિ ઇરાનીએ 12 વર્ષ બાદ ટીવીની દુનિયામાં પાછી એન્ટ્રી કરી છે. ક્યોકિ સાસ ભી કભી બહૂથીની પહેલી સિઝન બાદ વર્ષ 2014માં સ્મૃતિએ પોતાની રાજનીતિ કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેમણે એક્ટિંગથી બ્રેક લીધો હતો, સ્મૃતિએ રાજનીતિમાં પ્રવેશ્યા પરંતુ તેમ છતાં લોકો તેમને તુલસી વિરાનીના નામથી જ બોલાવતા. સ્મૃતિ ઇરાનીએ ટીવી શોની સાથે રાજનીતિમાં પણ સારૂં કામ કર્યુ છે. સ્મૃતિની નેટવર્થ વિશે જાણીએ.
કેટલી છે નેટવર્થ
સ્મૃતિ ઇરાની ટીવીની સૌથી મોઘી એક્ટ્રેસમાંથી એક છે. તેમણે 2014માં યુપીના અમેઠી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી હતી. તે સમય દરમિયાન તેમણે પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો હતો.ચૂંટણી સોગંદનામા મુજબ પોતાની નેટવર્થ 17.6 કરોડ બતાવી હતી. તેમના બેંક એકાઉન્ટમાં આશરે 25 લાખ રૂપિયા જમા છે અને તેમના બોન્ડ્સ અને ડિબેન્ચર્સમાં આશરે 88 લાખ રૂપિયા નિવેશ કરેલા છે. એક્ટ્રેસ પાસે 27 લાખ રૂપિયાથી વધુ કિંમતની એમજી હેક્ટર કાર છે. સાથે જ તેમની પાસે 37 લાખ રૂપિયાથી વધારાની જ્વેલરી પણ છે.













