બોલીવુડ અભિનેતા વરુણ ધવનને ઇન્ડસ્ટ્રીમાં એક એક્ટર તરીકે કામ કરતા આશરે દોઢ દાયકો થઈ ચૂક્યો છે. વર્ષ 2012માં ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' થી તેણે હિટ ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે પાછું વળીને જોયું નથી. તેણે એકથી વધીને એક હિટ ફિલ્મો આપી. જો કે આ પછી તેના કરિયરમાં એક એવી ફિલ્મ આવી જેનાથી મેકર્સને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. 150 કરોડ રૂપિયા લગાવીને ફિલ્મના મેકર્સના હોશ ઊડી ગયા હતા.


કેટલાય સિતારાઓથી સજી હતી ફિલ્મ

અહીં અમે તમારી સાથે વરુણ ધવનની જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ તે એક મલ્ટીસ્ટારર ફિલ્મ હતી. આ ફિલ્મનું નામ છે 'કલંક'. કલંકમાં વરુણ ધવનની સાથે આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા, આદિત્ય રોય કપૂર, માધુરી દીક્ષિત અને સંજય દત્ત જેવા કલાકારો પણ મહત્વના રોલમાં હતા. 2019માં રિલીઝ થયેલી આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ભારતીય આઝાદી પહેલાની એક લવ સ્ટોરી પર બેઝ્ડ હતી.

150 કરોડનું બજેટ, કમાણી 100 કરોડ પણ નહીં

ભારતીય બોક્સ ઓફિસ પર કલંકની હાલત ખૂબ જ ખરાબ થઈ હતી. અભિષેક બર્મનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ પર મેકર્સે મોટી રકમ ખર્ચી હતી. કરણ જોહર, સાજિદ નાડિયાડવાલા અને અપૂર્વ મહેતા આના પ્રોડ્યુસર્સ હતા. સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, કલંકને બનાવવામાં 150 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો, જ્યારે તેની ભારતમાં નેટ કમાણી 100 કરોડ રૂપિયાથી પણ ઓછી એટલે કે 84.60 કરોડ રૂપિયા થઈ હતી. કલંક બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાવાના કારણે માત્ર તેના કલાકારોને જ નહીં પરંતુ, મેકર્સને પણ મોટો ઝટકો લાગ્યો હતો.

હૈ જવાની તો ઇશ્ક હોના હૈની બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત

વરુણ ધવનના વર્કફ્રન્ટ પર નજર કરીએ તો આજકાલ તે ફિલ્મ હૈ જવાની તો ઇશ્ક હોના હૈમાં જોવા મળી રહ્યો છે. આનું ડિરેક્શન તેના પિતા અને દિગ્ગજ ડાયરેક્ટર ડેવિડ ધવને કર્યું છે. 5 જૂને સિનેમાઘરોમાં દસ્તક આપનારી આ ફિલ્મે સેકનિલ્કનું માનીએ તો પહેલા દિવસે સાડા સાત કરોડ રૂપિયા અને બીજા દિવસે 7.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જ્યારે ફિલ્મનું બજેટ 50 કરોડ રૂપિયા છે. વરુણની સાથે આમાં મૃણાલ ઠાકુર અને પૂજા હેગડે પણ મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચો-16 વર્ષની ઉંમરે 15 વર્ષ મોટા સુપરસ્ટાર સાથે કર્યા લગ્ન, પછી સની દેઓલ સાથે જોડાયું નામ, આવી રહી ડિમ્પલ કપાડિયાની લવ સ્ટોરી!

  • Follow us on: