ફેન્સને શું થઈ રહ્યું છે? અભિનેત્રીનો સાડીનો પલ્લુ કોઈએ ખેંચ્યો તો કોઈએ અભિનેત્રીની નજીક જવા પ્રયાસ કર્યો. નિધિ અગ્રવાલ બાદ ફરી એક વખત સાઉથ અભિનેત્રી ભીડની ખરાબ વર્તણૂંકનો શિકાર થઈ. સાઉથ અભિનેત્રી સામંથા રુથ પ્રભુના આ વીડિયોએ હંગામો મચાવ્યો છે. સોશિયલ મીડિયામાં સામે આવેલ વાયરલ વીડિયોમાં દેખાય છે કે સામંથા રુથ પ્રભુ ભીડમાં ઘેરાઈ ગઈ છે. જયાં તેની સાથે કેટલાક લોકોએ ભીડનો લાભ ઉઠાવી ખરાબ વર્તન કર્યું.
સામંથાના વીડિયોએ મચાવ્યો હંગામો
સામંથા રૂથ પ્રભુનો આ વીડિયો હૈદરાબાદનો છે. રવિવારે હૈદરાબાદમાં એક સ્ટોર લોન્ચ કાર્યક્રમમાં સામંથા રૂથ પ્રભુએ સિલ્ક સાડી પહેરીને હાજરી આપી હતી. પરત ફરતી વખતે ચાહકોની ભીડ તેમની આસપાસ એકઠી થઈ ગઈ હતી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે અભિનેત્રી ભાગ્યે જ પોતાની કાર સુધી પહોંચી શકી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ તેના ફેન્સ અને સેલેબ્સ લોકોની ટીકા કરી રહ્યા છે.
મહામહેનતે સામંથા કારમાં બેસી શકી
વીડિયોમાં દેખાય છે કે કેવી રીતે સામંથા પોતાને બચાવતી કાર સુધી પહોંચે છે. એક સમયે તે ઠોકર પણ ખાઈ ગઈ. બેકાબૂ ભીડ વચ્ચે, બોડીગાર્ડ્સે તેને કાર સુધી પહોંચવા માટે રસ્તો બનાવ્યો. આ પરિસ્થિતિમાં સામન્થા ખૂબ જ ગભરાયેલી દેખાતી હતી, જે તેના ચહેરા અને શરીરની ભાષા પર સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને કારમાં સુરક્ષિત રીતે બેસાડવા માટે પોલીસ ફોર્સને બોલાવવી પડી હતી.
પ્રભાસની હિરોઈન નિધિ અગ્રવાલ ભીડનો શિકાર
અગાઉ થોડા દિવસ પહેલા જ એક ટોળાએ પ્રભાસની હિરોઈન નિધિ અગ્રવાલ પર હુમલો કર્યો હતો. હૈદરાબાદમાં જાહેર કાર્યક્રમમાં નિધિને જોઈ તેના ફેન્સ બેકાબુ થઈ ગયા હતા. નિધિ અગ્રવાલ પોતાની આગામી ફિલ્મ "ધ રાજા સાબ" ના એક કાર્યક્રમમાંથી નીકળીને પોતાની કાર તરફ જતી વખતે ચાહકો દ્વારા દુર્વ્યવહારનો ભોગ બની હતી. ભીડમાં લોકો નિધિ સાથે ગેરવર્તણૂંક કરવા લાગ્યા. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે અભિનેત્રીની કાર આગળ વધી શકી નહીં. ચાહકોનું આ વર્તન જોઈ નિધિ ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી.
સામંથા રૂથ સોશિયલ મીડિયામાં ચર્ચા
સામંથા રૂથ પ્રભુના અંગત જીવનની વાત કરીએ તો હાલમાં જ દિગ્દર્શક રાજ નિદિમોરુ સાથે બીજી વખત લગ્ન કર્યા. સામંથાએ લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં મૂકી ફેન્સને સરપ્રાઈઝ આપી હતી. સામંથના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે રાજ અને ડીકેની આગામી વેબ સિરીઝ, "રક્ત બ્રહ્માંડ: ધ બ્લડી કિંગડમ" માં જોવા મળશે. આ શ્રેણીમાં આદિત્ય રોય કપૂર, અલી ફઝલ, વામિકા ગબ્બી અને જયદીપ અહલાવત પણ છે. અહેવાલો સૂચવે છે કે આ શ્રેણી 2026 માં રિલીઝ થશે.
આ પણ વાંચો : Entertainment: ગાયિકા લગ્નાજિતા ચક્રવર્તી એક ગીતથી ફેમસ, પરંતુ વિવાદમાં કેમ?"