ભારતીય સિનેમાના મોસ્ટ ફેવરિટ કપલ વિજય દેવેરાકોંડા અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાના આખરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. રાજસ્થાનના ઉદયપુરમાં સ્થિત વૈભવી 'ITC મેમેન્ટોસ' હોટેલમાં આ કપલના લગ્ન પહેલાના સમારોહ (Pre-wedding functions) શરૂ થઈ ગયા છે. આગામી 26 ફેબ્રુઆરીએ આ જોડી સાત ફેરા લેશે.


સુરક્ષા અને મહેમાનોની યાદી

આ લગ્નને અત્યંત ખાનગી રાખવામાં આવ્યા છે. હોટેલમાં 117 પ્રાઈવેટ વિલા, ખાનગી હેલિપેડ અને અદભૂત કુદરતી સૌંદર્ય છે, જ્યાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સમારોહમાં માત્ર 100 જેટલા નજીકના મહેમાનોને જ આમંત્રણ અપાયું છે, જેમાં પરિવારના સભ્યો, કેટલાક રાજકારણીઓ અને નજીકના ફિલ્મ દિગ્દર્શકોનો સમાવેશ થાય છે. નવાઈની વાત એ છે કે આ લગ્નમાં મોટા ફિલ્મ સ્ટાર્સની હાજરી ઓછી રહેવાની શક્યતા છે.

સાસુ-સસરાની શું છે શરતો?

લગ્નની ચર્ચાઓ વચ્ચે વિજય દેવેરાકોંડાના માતા-પિતાનો એક જૂનો ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે તેમની ભવિષ્યની પુત્રવધૂ વિશે ખુલીને વાત કરી હતી. વિજયની માતા માધવીએ સ્પષ્ટ કર્યું હતું કે, તેમને એવી પુત્રવધૂ જોઈએ છે જે તેમના પુત્રની સંભાળ રાખે અને ફિલ્મી દુનિયાના કામના દબાણને સમજી શકે. જ્યારે પિતા ગોવર્ધને જણાવ્યું હતું કે, તેમને જાતિ કે ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી, બસ છોકરી ભારતીય હોવી જોઈએ. જો તે દક્ષિણ ભારતીય હોય તો તેમને વધુ ગમશે. રશ્મિકા મંદાના તમામ માપદંડોમાં ફિટ બેસે છે, કારણ કે તે દક્ષિણ ભારતીય છે અને ઉદ્યોગના કામકાજથી પણ સારી રીતે વાકેફ છે.

વિજયના મંતવ્યો

એક સમયે વિજયે કહ્યું હતું કે તે એરેન્જ્ડ મેરેજ કરશે, પરંતુ તેની પસંદગી તેના માતા-પિતાને પણ સ્વીકાર્ય હોવી જોઈએ. એવું લાગે છે કે રશ્મિકાએ વિજયના માતા-પિતાનું દિલ જીતી લીધું છે. લગ્ન પહેલાં આ કપલે એક સંયુક્ત નિવેદન જાહેર કરીને તેમના ચાહકોનો પ્રેમ અને સમર્થન બદલ આભાર માન્યો હતો. ઉદયપુરની આ વૈભવી હોટેલમાં હવે માત્ર લગ્નની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચોઃ Lifestyle: માત્ર ₹10માં પાર્લર જેવો નિખાર,ફટકડીના આ 5 જાદુઈ ફાયદા તમને કરી દેશે હેરાન!

  • Follow us on: