બોલીવુડના જાણીતા એક્ટર વિવેક ઓબેરોય આજે પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એક સમયે પોતાની દમદાર એક્ટિંગથી ફેન્સના દિલ પર રાજ કરનારા વિવેક ઓબેરોય હવે ફિલ્મોમાં બહુ ઓછા જોવા મળે છે. જોકે આ છતાં તેઓ અબજો રૂપિયાની સંપત્તિના માલિક છે. 

ડેબ્યૂ ફિલ્મમાં ગેંગસ્ટર બન્યા હતા

વિવેક ઓબેરોયનો જન્મ જાણીતા એક્ટર સુરેશ ઓબેરોયના ઘરે 3 સપ્ટેમ્બર 1976ના રોજ હૈદરાબાદમાં થયો હતો. જીવનના 5 દાયકા પૂર્ણ કરી ચૂકેલા વિવેકે પિતાના પગલે ચાલીને ફિલ્મી દુનિયામાં જ કામ કરવાનો નિર્ણય લીધો હતો. તેની ડેબ્યૂ ફિલ્મ કંપની વર્ષ 2002માં આવી હતી. પહેલી જ ફિલ્મમાં એક્ટરે ચંદુ નામના ગેંગસ્ટરનું પાત્ર ભજવ્યું હતું.

1200 કરોડની સંપત્તિ, લક્ઝરી કારનું કલેક્શન

વિવેક ઓબેરોયે પોતાની 20 વર્ષથી વધુની એક્ટિંગ કરિયરમાં ગણતરીની હિટ ફિલ્મો આપી છે. અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલા વિવેકની સફળ ફિલ્મોમાં મસ્તી, ગ્રાન્ડ મસ્તી, ઓમકારા, શૂટઆઉટ એટ લોખંડવાલા અને ક્રિશ 3 સામેલ છે. એક સમય એવો પણ હતો જ્યારે વિવેકને ફિલ્મી દુનિયામાં કામ મળવાનું બંધ થઈ ગયું હતું.
https://www.instagram.com/p/DWTeDxljPVv/?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==

હાલના સમયમાં તેઓ બહુ ઓછી ફિલ્મોમાં એક્ટિવ છે. આ છતાં એક્ટર પાસે ઘણી સંપત્તિ છે. મીડિયા રિપોર્ટ મુજબ વિવેકની કુલ નેટવર્થ 1200 કરોડ રૂપિયા છે. તેની પાસે 3 લક્ઝરી બંગલા છે. તેના કાર કલેક્શનની વાત કરીએ તો એક્ટર પાસે રોલ્સ-રોયસ કલિનન બ્લેક બેજ, મર્સિડીઝ-બેન્ઝ GLE 250D, ક્રાઈસ્લર 300C લિમોઝિન અને લેમ્બોર્ગિની ગેલાર્ડો જેવી લક્ઝરી કાર પણ છે.

ક્યાં-ક્યાંથી થાય છે વિવેક ઓબેરોયની કમાણી?

વિવેક ઓબેરોય એક ફિલ્મ માટે 3થી 4 કરોડ રૂપિયા સુધીની ફી લે છે. તેની કમાણીનો મુખ્ય સ્ત્રોત તેનો બિઝનેસ છે. એક્ટરે એક્ટિંગમાં ડેબ્યૂ કરતા પહેલા જ નાની ઉંમરે નાના-મોટા કામ કરીને પૈસા કમાવવાનું શરૂ કરી દીધું હતું. ડેબ્યૂ પહેલા તેણે શેર માર્કેટમાં પૈસા રોકવાનું શરૂ કર્યું હતું. કહેવાય છે કે 19 વર્ષની ઉંમરે તેણે એક ટેક કંપની શરૂ કરી હતી અને તેનાથી તેને 2 કરોડ રૂપિયાનો નફો થયો હતો.
Vivek Oberoi business empire investments (1)

વર્ષ 2015માં વિવેકે રઘુલીલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની સાથે કન્સ્ટ્રક્શન બિઝનેસમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ 2016માં તેણે પોતાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની કર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર શરૂ કરી હતી. એક્ટરે હેલ્થકેર અને ફૂડ સેક્ટરમાં પણ સારું એવું રોકાણ કર્યું છે. આ ઉપરાંત તે દુબઈમાં રિયલ એસ્ટેટનો બિઝનેસ પણ શરૂ કરી ચૂક્યો છે અને હાલ વિવેક ભારતથી દુબઈ શિફ્ટ થઈ ગયા છે. એક્ટર ઓબેરોય મેગા એન્ટરટેઈનમેન્ટ નામના પ્રોડક્શન હાઉસના માલિક પણ છે. વર્ષ 2016માં એક ઈન્ટરવ્યૂમાં એક્ટરે જણાવ્યું હતું કે તેઓ રિયલ એસ્ટેટ ઉપરાંત રેસિડેન્શિયલ પ્રોપર્ટી, ઈક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા ક્ષેત્રોમાં પણ કામ કરે છે.

આ પણ વાંચો-Samay Rainaના IGLથી રાતોરાત સ્ટાર બનેલી બિહારની શેરોન વર્મા કોણ છે? કન્ટેસ્ટન્ટથી જજ સુધીની સફર