સાઉથ સુપરસ્ટાર નાગાર્જુન અક્કીનેનીની 100મી ફિલ્મ કિંગ 100ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં એક્ટ્રેસ તબુ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. 4 નવેમ્બરે તબુના 55મા જન્મદિવસે મેકર્સે ફિલ્મમાંથી તેનો પહેલો લુક રિલીઝ કરી દીધો છે. ફિલ્મમાં તે મહંતી ઝાંસી રાનીનું પાત્ર ભજવતી જોવા મળશે. કિંગ 100 દ્વારા નાગાર્જુન અને તબુ ફરી એકવાર મોટા પડદા પર સાથે જોવા મળશે.

પડદા પાછળની અધૂરી લવ સ્ટોરી

બંનેને સાથે જોવા માટે ફેન્સ ઘણા ઉત્સાહિત છે. પરંતુ શું તમે જાણો છો કે એક સમય એવો પણ હતો, જ્યારે બંને પોતાની ફિલ્મોની સાથે સાથે પર્સનલ લાઇફને લઈને પણ ખૂબ ચર્ચામાં રહેતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને આશરે 10 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. જોકે, આટલા લાંબા સમય સુધી સાથે રહ્યા બાદ પણ તેમની લવ સ્ટોરી અધૂરી રહી ગઈ. 

https://www.instagram.com/reel/DfTf-xAMpy8/?utm_source=ig_web_copy_link&rpxt=NTc4MTIwNjQ2YQ==

ફિલ્મના સેટ પર થઈ હતી પહેલી મુલાકાત

નાગાર્જુન અને તબુ એકબીજાને ડેટ કરી ચૂક્યા છે. બંનેની પહેલી મુલાકાત વર્ષ 1996માં તેલુગુ ફિલ્મ નિન્ને પેલ્લાડાતાના સેટ પર થઈ હતી. સાથે કામ કરતાં કરતાં બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ. આ ફિલ્મમાં તેમની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મ પછી બંને વચ્ચે નિકટતા વધવાના સમાચાર સામે આવવા લાગ્યા હતા.

આવિદા મા આવિદેમાં પણ સાથે કર્યું કામ

ત્યારબાદ નાગાર્જુન અને તબુ વર્ષ 1998માં ફિલ્મ આવિદા મા આવિદેમાં પણ સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેની દોસ્તી વધુ ગાઢ બની. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. કહેવાય છે કે તેમનો આ સંબંધ લગભગ 10 વર્ષ સુધી ચાલ્યો હતો. જોકે, બંનેએ ક્યારેય પોતાના અફેર વિશે ખુલીને વાત કરી નહોતી.

Tabu, Nagarjuna Relationship (1)

પરણિત હતા નાગાર્જુન, તેથી અધૂરી રહી ગઈ લવ સ્ટોરી?

નાગાર્જુનની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેમણે પહેલા લગ્ન લક્ષ્મી દગ્ગુબાતી સાથે કર્યા હતા. જોકે, થોડા વર્ષો પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. ત્યારબાદ નાગાર્જુને વર્ષ 1992માં એક્ટ્રેસ અમલા અક્કીનેની સાથે લગ્ન કરી લીધા. અહેવાલો મુજબ, તબુ અને નાગાર્જુનની નિકટતા દરમિયાન પણ નાગાર્જુન પરણિત હતા. એવું કહેવાય છે કે તબુ આ સંબંધને આગળ વધારવા માગતી હતી, પરંતુ નાગાર્જુન પોતાના લગ્નજીવનનો અંત લાવવા માગતા નહોતા. આ જ કારણે બંનેનો સંબંધ લગ્ન સુધી પહોંચી શક્યો નહીં. જોકે, બંનેમાંથી કોઈએ પણ ક્યારેય પોતાના બ્રેકઅપના કારણની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

નાગાર્જુને તબુને ગણાવી ખાસ મિત્ર

નાગાર્જુન અને તબુના સંબંધોને લઈને અનેકવાર સવાલો ઊઠ્યા, પરંતુ બંનેએ હંમેશા એકબીજા માટે સારી મિત્રતા હોવાની જ વાત કરી. વર્ષ 2017માં ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં નાગાર્જુને તબુને પોતાની ખૂબ સારી મિત્ર ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે પણ તબુનું નામ આવે છે, ત્યારે તેમના ચહેરા પર સ્મિત આવી જાય છે. તો બીજી તરફ, તબુએ પણ કરણ જોહરના શો કોફી વિથ કરણમાં નાગાર્જુનને પોતાના સૌથી નજીકના લોકોમાંથી એક ગણાવ્યા હતા.

Tabu, Nagarjuna Relationship (2)

અમલા સાથે પણ સારી છે તબુની દોસ્તી

નાગાર્જુન અને તબુના અફેરની ચર્ચાઓ વચ્ચે તેમની પત્ની અમલા અક્કીનેનીનું નામ પણ ઘણી વખત ચર્ચામાં આવ્યું. એક ઇન્ટરવ્યુમાં અમલાએ તબુને પોતાની સારી મિત્ર ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે તબુ જ્યારે પણ હૈદરાબાદ આવે છે ત્યારે તેમના ઘરે જ રોકાય છે. અમલાએ એમ પણ કહ્યું હતું કે તેમને પોતાના પતિ પર પૂરો ભરોસો છે અને તેઓ આવી અફવાઓ પર ધ્યાન આપતા નથી.

ફિલ્મ કિંગ 100 

હવે કિંગ 100 દ્વારા નાગાર્જુન અને તબુ ફરી એકવાર સાથે જોવા મળશે. એવામાં બંનેની જૂની મિત્રતા અને કથિત અફેરની કહાની ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ ફિલ્મ વિશ્વભરના સિનેમાઘરોમાં 24 ડિસેમ્બરે રિલીઝ થશે. આર. એ. કાર્તિકના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું નિર્માણ અન્નપૂર્ણા સ્ટુડિયોઝ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે તેનું સંગીત દેવી શ્રી પ્રસાદે તૈયાર કર્યું છે.

આ પણ વાંચો-Ramayana : એક ફિલ્મ, ત્રણ રોલ... રણબીર કપૂરની રામાયણથી યશને સૌથી મોટો ફાયદો!