સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 19ને લઈને ઘણા સમયથી સમાચાર આવી રહ્યા છે. શો ને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે કે આ શો જુલાઈ મહિનામાં આવશે. તેમજ શો 5 મહિના સુધી ચાલશે તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે. મેકર્સ સતત સેલિબ્રિટીને એપ્રોચ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ઘણા નામ સામે આવ્યા છે. હજુ કઈ કન્ફર્મ થયું નથી. લેટેસ્ટ અપડેટ એ છે કે બિગ બોસ 19 માટે મેકર્સે ટીવીની પોપ્યુલર બહુ કનિકા માનને એપ્રોચ કરી છે.
બિગ બોસ 19માટે કરવામાં આવી એપ્રોચ
રિપોર્ટ મુજબ, ટીવી શો ગુડ્ન તુમસે ના હો પાયેગા સિરિયલની એકટ્રેસ કાનિકા માને ને બિગ બોસ 19 માટે એપ્રોચ કરવામાં આવી છે. જો કે આની ઓફિશિયલ પુષ્ટી કરવામાં આવી નથી. તેમજ કનિકાનું પણ આ બાબતે કોઈ રિએક્શન આવ્યું નથી.
ગયા વર્ષ નકારી હતી ઓફર
જણાવી દઈએ કે ગયા વર્ષે બિગ બોસ 18 માટે પણ કનિકા માનેને એપ્રોચ કરવામાં આવી હતી. પરંતુ તેને આ ઓફરને નકારી દીધી હતી. આ વર્ષે પણ મેકર્સે કનિકાને શો માટે એપ્રોચ કરવામાં આવી છે હવે જોવાનું રસપ્રદ રહેશે કે શું એકટ્રેસ આ શો કરશે કે નહી? સલમાન ખાનના આ શો માટે તેના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વચ્ચે સમાચાર આવ્યા હતા કે નિર્માતાની વચ્ચે મતભેદ ચાલતા હોવાથી આ શો કરવામાં નહી આવે પછી પાછળથી સમાચાર આવ્યા હતા કે હવે બિગ બોસની 19મી સીઝન થવાની છે તેમજ આ સીઝન 5 મહિના સુધી ચાલશે.
બાબિલ ખાને પણ કરવામાં આવ્યો એપ્રોચ
ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાનને પણ એપ્રોચ કરવામાં આવ્યો છે એવાી ચર્ચા થઈ રહી છે જો કે હજુ સુધી મેકર્સ તરફથી કે બાબિલ તરફથી કોઈ ઓફિશિયલ એનાઉન્સ કરવામાં આવ્યું નથી. હવે જોવાનું એ છે કે કોણ ઓફર સ્વીકારી બિગ બોસ કરે છે અને કોણ નથી કરતું.