'બિગ બોસ 19' એક બહુ ચર્ચિત રિયાલિટી ટીવી શો છે. ચાહકો આ શો શરૂ થવાની આતુરતાથી રાહ જુએ છે. જોકે, એવી અફવાઓ ફેલાઈ હતી કે પ્રોડક્શન હાઉસ અને ચેનલ વચ્ચેના કેટલાક મુદ્દાઓને કારણે, આ વર્ષે રિયાલિટી શો નહીં થાય અથવા ચેનલ બદલવામાં આવશે .પરંતુ હવે એવા અહેવાલો છે કે બિગ બોસ ઓટીટી 4 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે અને બિગ બોસ 19 ઓક્ટોબરમાં શરૂ થશે. મહત્વની વાત એ કે સલમાન ખાન બંને શો હોસ્ટ કરશે. સીઝન 19 ના નિર્માતાઓએ સ્પર્ધકોનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે શોમાં સલમાન ખાનની એક હિરોઈન પણ સ્પર્ધક તરીકે જોવા મળી શકે છે.


શું બિગ બોસ 19 માં સલમાન ખાનની આ હિરોઈન દેખાશે?

મળતી માહિતી પ્રમાણે બિગ બોસ 19 ના નિર્માતાઓએ સ્પ્લિટ્સવિલાના સ્પર્ધક હર્ષ અરોરા અને યે જાદુ હૈ જિન સ્ટાર વિક્રમ સિંહ ચૌહાણનો સંપર્ક કર્યો છે. જોકે, વિક્રાંતે આ અહેવાલોને નકારી કાઢ્યા છે.બોલિવૂડ લાઈફના એક અહેવાલ મુજબ, એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે સલમાન ખાન સાથે 'જય હો' અને 'રેસ 3' જેવી ફિલ્મોમાં જોવા મળેલી બોલિવૂડ અભિનેત્રી ડેઝી શાહને પણ બિગ બોસની આગામી સીઝનમાં સ્પર્ધક તરીકે ભાગ લેવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. 

જોકે, હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ચાહકો તેને બિગ બોસ 19 માં જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ડેઝી આ પહેલા ખતરોં કે ખિલાડીમાં પણ જોવા મળી ચૂકી છે.

આ વખતે, નિર્માતાઓએ બિગ બોસ 19 માં ઘણા ફેરફારો કર્યા છે. જો મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો, આ વખતે શોમાં કોઈ યુટ્યુબર કે ઈન્ફલુએન્ઝર જોવા મળશે નહીં. શોના નિર્માતાઓ શોમાં ફક્ત ટીવી અને ફિલ્મ સ્ટાર્સને જ સ્પર્ધકો તરીકે આમંત્રિત કરવા માંગે છે.

  • Follow us on: