• સલમાન ખાન સિવાય પણ શૉ હોસ્ટમાં જૂના કલાકારો
  • દરેક કલાકારને મળે છે પર એપિસોડ કરોડોની ફી
  • માત્ર હોસ્ટ સિવાય પણ હોય છે બીજી કેટલીક જવાબદારી

બોલિવૂડ એક્ટર સલમાન ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ ટાઈગર 3ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેને ફેન્સ તરફથી ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. ટાઇગર 3 સિવાય સલમાન ખાન તેના રિયાલિટી શો બિગ બોસ માટે પણ હેડલાઇન્સમાં છે. આ શોની 17મી સીઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ વખતે શોમાં ક્યા સેલેબ્સ સ્પર્ધક તરીકે ભાગ લેવા જઈ રહ્યા છે તે જાણવા માટે ચાહકો ઉત્સુક છે. આ દરમિયાન, બિગ બોસ 17 માટે સલમાન ખાનની ફીને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે.

ફેન્સ પેજનો દાવો

અહેવાલો અનુસાર, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સલમાન ખાન આ વખતે બિગ બોસની 17મી સીઝનને હોસ્ટ કરવા માટે મોટી રકમ ચાર્જ કરી રહ્યો છે.બોલિવૂડ એક્ટર સલમાન ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ ટાઈગર 3ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. ટાઇગર 3 સિવાય સલમાન ખાન તેના રિયાલિટી શો બિગ બોસ માટે પણ હેડલાઇન્સમાં છે.

ટૂંક સમયમાં શરૂ થશે નવી સિઝન

આ શોની 17મી સીઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. વાસ્તવમાં, બિગ બોસના ફેન પેજ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સલમાન ખાન બિગ બોસ 17 માટે લગભગ 200 કરોડ રૂપિયાની મોટી રકમ ચાર્જ કરી રહ્યો છે. સલમાન ખાન અઠવાડિયામાં માત્ર બે દિવસ શો હોસ્ટ કરે છે. જોકે, સલમાન ખાનની ફી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. જો આપણે બિગ બોસ 16 માટે સલમાન ખાનની ફી વિશે વાત કરીએ, તો સલમાન ખાને 'બિગ બોસ 16' માટે પ્રતિ એપિસોડ 43.75 કરોડ રૂપિયા લીધા હતા. એટલે કે આ હિસાબે અભિનેતાએ 16મી સીઝન માટે 1050 કરોડ રૂપિયાની તગડી ફી વસૂલ કરી હતી. એટલે આ નવી સિઝનનો આંક આનાથી વધારે હશે એ વાત નક્કી છે.

સૌથી વધારે ટાઈમ સલમાને આપ્યો

સલમાન ખાન 2010થી બિગ બોસ સાથે જોડાયેલો છે. સલમાન ખાન બિગ બોસની ચોથી સિઝન સાથે સંકળાયેલો હતો. ત્યારથી અભિનેતાએ બિગ બોસની 13 સીઝન હોસ્ટ કરી છે. સલમાન ખાન પહેલા આ શોની પહેલી સીઝન અરશદ વારસી હોસ્ટ કરી રહ્યો હતો. બીજી સિઝન શિલ્પા શેટ્ટી અને ત્રીજી સિઝન અમિતાભ બચ્ચને હોસ્ટ કરી હતી. આ પછી સલમાન ખાન ચોથી સિઝનથી સતત શોને હોસ્ટ કરી રહ્યો છે.

  • Follow us on: