- ટાઈગર 3 ના ગીતને લઈને ફેન્સ એક્ઝાઈટેડ
- સલમાન સાથે ડાન્સ કરવાનો અનુભવ શેર કર્યો
- સાત જુદા જુદા લુકમાં જોવા મળશે કેટરિના કૈફ
'ટાઈગર 3'ના અભિનેતા સલમાન ખાન અને કેટરિના કૈફનું પેપી ટ્રેક 'લેકે પ્રભુ કા નામ' રિલીઝ થવાની તૈયારીમાં છે. જેને લઈને ફેન્સ ખૂબ જ એક્ઝાઈટેડ થઈ રહ્યા છે. ખાસ કરીને ગીતની રીધમ શું હશે એના પર જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. ટ્રેકમાં કેટરિના સલમાન સાથે જોરદાર સ્ટેપ કરી રહી છે. સલમાન સાથે ટ્રેક માટે શૂટિંગ કરવાનો પોતાનો અનુભવ શેર કરતાં કેટરિનાએ કહ્યું, "સલમાન સાથે ડાન્સ કરવો હંમેશા અદ્ભુત હોય છે અને હું લેકે પ્રભુ કા નામના શૂટિંગની ઘણી બધી અદ્ભુત યાદો બનાવી રહી છું. જે રીતે સ્વેગ સે સ્વાગતને એટલો પ્રેમ મળ્યો હતો, અમે આશા છે કે લેકે પ્રભુ કા નામ એનાથી વધારે પ્રેમ મળી રહેશે."
ગ્લેમરસ અવતારમાં દેખાશે કેટરિના
ચાહકો પણ કેટરિનાને સંપૂર્ણપણે ગ્લેમરસ અવતારમાં આ ગીતમાં જોઈ શકાશે. ગીત માટે અનૈતા શ્રોફ અડાજાનિયાએ ગીતમાં એક સ્ટાઈલ સેટ કરી છે. ગીતમાં તેના દેખાવ પર, કેટરિનાએ શેર કર્યું, "લેકે પ્રભુ કા નામ એક જોરદાર ગીત છે. કેપ્પાડોસિયા સિટી એટલે કે, તુર્કીની આકર્ષક પૃષ્ઠભૂમિની સામે સેટ કરેલું છે. મારી પસંદગીના ગીતોમાંથી એક આ પણ બની રહેશે. ફરી એકવાર હું કોર્યોગ્રાફર વૈભવી મર્ચન્ટની ટીમમાંથી સ્ટેપ કરી રહી છું. જેણે માશાલ્લાહ અને સ્વેગ સે સ્વાગત જેવા ગીતની કોર્યોગ્રાફી કરી છે. "એક અને એકમાત્ર અનૈતા શ્રોફ અડાજાનિયા દ્વારા સ્ટાઇલ કરવામાં આવી છે. જેમણે મારા માટે અદભૂત લૂકની આખી સિરીઝ તૈયાર કરી હતી. એવામાં ખરેખર ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. લેકે પ્રભુ કા નામમાં, અનૈતાએ 7 બેસ્ટ લૂક તૈયાર કર્યા છે, જેમાં દરેક ગ્લેમર લૂકમાં કેટરિના મસ્ત લાગી રહી છે.
ગીત પર મોટી અપેક્ષા
કેટરિનાએ જણાવ્યું હતું કે "ટાઈગર ફ્રેન્ચાઈઝીના ગીતો હંમેશા આઈકોનિક અને હીટ રહ્યા છે" અપેક્ષા છે કે લેકે પ્રભુ કા નામ લોકોની વધતી જતી અપેક્ષાઓ પૂરી કરશે. "ટાઈગરની ફિલ્મોમાં ગીતો હંમેશા હાઈલાઈટ્સમાં રહ્યા છે. મને ગમે છે કે વૈભવીએ આ ગીતમાં ટાઈગર અને ઝોયા વચ્ચેના વાઈબ અને ટ્યુનિંગને કેવી રીતે નવી રીતે કેપ્ચર કરી છે. તે ગીતની વાઈબ્રન્ટ અને એનર્જેટિક લાગણીને મૂર્તિમંત કરે છે. 'લેકે પ્રભુ કા નામ', જે અરિજિત સિંહ અને નિખિતા ગાંધી દ્વારા ગાયું છે. તે 23 ઑક્ટોબરે રિલીઝ થશે. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી પણ છે અને આ દિવાળી પર સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે.