• ફેન્સ રાહ જોઈ રહ્યા છે ફિલ્મ ટાઈગર 3ની

  • વિલન તરીકે જોવા મળશે ઈમરાન હાશમી
  • ફિલ્મનું બીજું મોટું પોસ્ટર લૉંચ કરવામાં આવ્યું

સલમાન ખાન અને કેટરિના કૈફની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટાઈગર 3'ના કેટરિના કૈફનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. આ પોસ્ટરમાં કેટરીના દોરડાથી લટકતી અને ફાયરિંગ કરતી જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ અદભૂત લુક જેણે પણ જોયો તે તેના કિલર લુકને જોયા બાદ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. માત્ર કેટરિના કૈફ જ નહીં પણ સલમાન ખાને પણ 'ટાઈગર 3'નો લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ફાયરિંગ વિથ ફાયર

આ લુક શેર કરતી વખતે કેટરીનાએ લખ્યું- 'ઝોયા ફાયરિંગ વિથ ફાયર.' જ્યારે સલમાન ખાને લખ્યું- 'ઝોયા.' 'ટાઈગર 3'નું ટ્રેલર 16 ઓક્ટોબરે આવી રહ્યું છે. જ્યારે ફિલ્મ 'ટાઈગર 3' દિવાળી પર હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે. આ પોસ્ટરમાં કેટરિનાનો લુક જોઈને સ્પષ્ટ થાય છે કે આ વખતે પણ કેટરીના સલમાન સાથે ખતરનાક એક્શન કરતી જોવા મળશે. કેટરિના કૈફની આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થતાં જ ચાહકોનું એક્ઝાઈટમેન્ટ લેવલ વધુ વધી ગયું છે. તે સોશિયલ મીડિયા પર પણ સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- 'એક્શનની રાણી અહીં છે.' અન્ય યુઝરે લખ્યું- 'બ્યૂટીફૂલ કેટ.' ત્રીજા યુઝરે લખ્યું- 'હવે હું ઝોયાને થિયેટરમાં જોવા માટે રાહ જોઈ શકતો નથી.'

દમદાર ડાયલોગ્સ પણ થીમ હજું સસ્પેન્સ

ફિલ્મ 'ટાઈગર 3' મનીષ શર્મા દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે અને આદિત્ય ચોપરાની યશ રાજ ફિલ્મ્સ હેઠળ નિર્માણ કરવામાં આવી રહી છે. આ ફિલ્મના પહેલા બે ભાગ સુપરહિટ રહ્યા હતા અને હવે ત્રીજા ભાગને લઈને પણ એવી અપેક્ષા છે કે તે બ્લોકબસ્ટર સાબિત થશે. આ ફિલ્મનું ટીઝર થોડા દિવસો પહેલા રિલીઝ થયું હતું જેમાં સલમાન ખાન એક્શન અવતારમાં જોવા મળ્યો હતો. આ સાથે સલમાન દમદાર ડાયલોગ્સ બોલતો જોવા મળ્યો હતો જેણે ફેન્સને વધુ અધીર બનાવી દીધા હતા.

  • Follow us on: