• ટાઈગર 3ના ટ્રેલરને મળી રહ્યો છે જોરદાર રીસપોન્સ
  • ફેન્સ કરી રહ્યા છે કેટની ફાઈટના જોરદાર વખાણ
  • સામે અભિનેત્રી કોણ એને લઈને હવે રહસ્ય ખુલ્યું

સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 દિવાળી પર ધમાકેદાર થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં બે લેડી ફાઈટની સાથે સલમાન ખાનના એક્શનને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. અભિનેત્રીઓ વચ્ચે આ ફિલ્મમાં કોઈ કેટ ફાઈટ નથી. પણ ટુવાલથી થયેલી ફાઈટ પર ફેન્સની આંખો ચોંટી ગઈ છે. ખાસ વાત એ છે કે, સમગ્ર સીનમાં એક સેકન્ડ માટે પણ કોઈ જ એક્ટ્રેસનો એવું કોઈ અંગ દેખાતું જ નથી. 

બોલ્ડ અવતારમાં કેટરીના

ફિલ્મ ટાઈગર 3માં સલમાન ખાનના એક્શનની સાથે કેટરિના કૈફ પણ બોલ્ડ એક્શન અવતારમાં જોવા મળશે. પરંતુ શું જાણો છો કે એ બ્યુટી દીવા કોણ છે. જે માત્ર ટુવાલમાં કેટરીના સાથે ફાઈટ સીન કરવા જઈ રહી છે. ટોવેલ ફાઈટ બોલિવૂડમાં ઘણી હિટ રહી છે. જ્યારે પણ નિર્માતાઓ ફિલ્મને રોમેન્ટિક બનાવવા માટે ટુવાલનો ઉપયોગ કરતા હતા, ત્યારે ફિલ્મો હિટ થતી હતી. પછી તે કાજોલ હોય, પ્રીતિ ઝિન્ટા હોય કે રણબીર કપૂર હોય. નિર્માતાઓએ ફિલ્મને રોમેન્ટિક બનાવવા માટે ટુવાલનો ઉપયોગ કર્યો હતો,

ટુવાલમાં બે એક્ટ્રેસની ફાઈટ

પરંતુ આ પ્રથમ વખત હશે જ્યારે બે સુંદરીઓ એક ટુવાલમાં હાથથી ફાઈટ કરતી જોવા મળશે. એ પણ બન્ને એકબીજાને માત દેવા માટે. એ ફીટ એન્ડ ફાઈન લેડી વિશે જણાવીએ જે સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3'માં પોતાના એક્શનથી કેટરિનાને પરસેવો લેવડાવી રહી છે. સલમાન ખાનની આગામી ફિલ્મ 'ટાઈગર 3'નું ટ્રેલર એક્શનની સાથે ડાયલોગ્સથી ભરપૂર છે. ટ્રેલર જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે ભાઈજાનની આ ફિલ્મ દિવાળીના અવસર પર બોક્સ ઓફિસ પર હિટ સાબિત થશે.

કોણ છે આ એક્શન લેડી

ટ્રેલર જોયા પછી, ડાયલોગ્સ સાથે, ચાહકોનું ધ્યાન તે દ્રશ્ય તરફ દોરવામાં આવ્યું હતું.  ફિલ્મમાં કેટરિના સાથે ફાઈટ કરતી લેડી 'બ્લેક વિડો' અભિનેત્રી મિશેલ લી છે. મિશેલ લી એક અમેરિકન અભિનેત્રી છે. જેમને લોકો એક્શન લેડી તરીકે પણ ઓળખે છે. સ્ટંટવુમન હોવા ઉપરાંત તે માર્શલ આર્ટિસ્ટ પણ કરે છે. તેમણે 'બુલેટ ટ્રેન', 'વેનોમ', 'સ્યુસાઈડ સ્કવોડ' જેવી ઘણી હોલીવુડ ફિલ્મોમાં પોતાના એક્શનનો જાદુ બતાવ્યો છે. તે સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 થી બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે. મિશેલ લીના પરિવારની વાત કરીએ તો તે એક છોકરીની માતા છે, જેની સાથે તે અવારનવાર સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે.

  • Follow us on: