- 97મા ઓસ્કરનું આયોજન રવિવાર 2 માર્ચ 2025ના રોજ થશે
- ભારતમાં 3 માર્ચ 2025ના રોજ સવારે 4-4.30ની વચ્ચે જોઈ શકાશે
- આ વર્ષે 10 માર્ચે 96મા એકેડમી એવોર્ડ્સનું આયોજન કરાયું હતું
દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત એકેડમી એવોર્ડ્સે હાલમાં જ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આવનારા વર્ષે આયોજિત થનારા 97મા એકેડમી એવોર્ડ્સની ટાઈમલાઈનની જાહેરાત કરી છે. તેને લઈને તમામની ઉત્સુકતા વધી છે. તેની સાથે એમ પણ કહેવાયું છે કે નોમિનેશન ક્યારે જાહેર કરાશે. આ વર્ષે 10 માર્ચે એકેડમી એવોર્ડનું આયોજન કરાયું હતું. આ પછી હવે આવતા વર્ષે થનારા એકેડમી એવોર્ડની ટાઈમલાઈનની જાહેરાત કરી દેવામાં આવી છે.
97મા ઓસ્કરનું આયોજન રવિવાર 2 માર્ચ 2025ના રોજ થશે
એકેડમી એવોર્ડ્સે ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આવનારા વર્ષે આયોજિત થનારા એવોર્ડને લઈને એક પોસ્ટ શેયર કરી છે. તેમાં ટાઈમલાઈન જાહેર કરવામાં આવી છે. એકેડમી એવોર્ડ્સે કેપ્શનમાં લખ્યું કે તમારા કેલેન્ડરને માર્ક કરી લો. 97મો ઓસ્કર 2 માર્ચ 2025ના રોજ યોજાશે. નોમિનેશન 17 જાન્યુઆરી 2025ના રોજ જાહેર કરી દેવામાં આવશે. આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. ફેન્સ પણ પોતાની ઉત્સુકતા જાહેર કરી રહ્યા છે.
ભારતમાં ક્યારે જોવા મળશે એવોર્ડ્સ
એકેડમી એવોર્ડ્સ એક એવો પ્રતિષ્ઠિત એવોર્ડ છે જેને મેળવવા માટે બોલિવૂડથી લઈને હોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીના ફિલ્મ ડાયરેક્ટરથી લઈને એક્ટર પોતાના તમામ પ્રયાસો લગાવી દેતા હોય છે. આ વર્ષે 10 માર્ચે 96મા એકેડમી એવોર્ડ્સનું આયોજન થયું હતું. તેમાં અનેક મોટી ફિલ્મોએ ઓસ્કર 2024ને પોતાના નામે કર્યો હતો. ભારતમાં આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સ ઈવેન્ટની મજા લેવા ઈચ્છો છો તો જાણી લો કે ભારતમાં સોમવારે 3 માર્ચ 2025ના રોજ સવારે 4 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી તેને જોઈ શકાશે. જે હોલિવૂડના ડોલ્બી થિયેટરથી લાઈવ ટેલિકાસ્ટ થશે.
2024માં જાણો કોને મળ્યો હતો એકેડમી એવોર્ડ
આ વર્ષે 10 માર્ચે યોજાયેલા 96મા ઓસ્કર 2024માં અનેક મોટી ફિલ્મોએ આ એવોર્ડ પોતાના નામે કર્યો છે. તેમાં ક્રિસ્ટોફર નોલનની ઓપેનહાઈમરને બેસ્ટ પિક્ચરનો એવોર્ડ મળ્યો છે. જ્યારે કિલિયન મર્ફીએ બેસ્ટ એક્ટરની કેટેગરીમાં બાજી મારી હતી. રોબર્ટ ડાઉની જૂનિયરને સપોર્ટિંગ રોલ માટે ઓસ્કરથી સમ્માનિત કરાયા હતા. ખાસ વાત એ છે કે આ તેમનો પહેલો ઓસ્કર હતો. એટલું નહીં ઓપેનહાઈમરને 13 કેટેગરમીમાં નોમિનેશન કરાઈ હતી. પુઅર થિંગ્સની ઈમા સ્ટોનને બેસ્ટ એક્ટ્રેસનો એકેડમી એવોર્ડ મળ્યો હતો.