બોલીવુડ અભિનેતા પંકજ ત્રિપાઠી કાર નિર્માતા કંપની હુંડઇ સાથે જોડાયા છે. તેઓ આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. પંકજ અને હુંડઇ વચ્ચે કરાર કરવામાં આવ્યો છે. તેમની સાદુ-સરળ જીવન અને દમદાર અભિનય એ પકંજ ત્રિપાઠીની ઓળખ છે. પંકજ ત્રિપાઠી પણ આ કંપની સાથે જોડાઇને ખૂબ ખુશ છે. તેઓએ કાર સાથે પોતાનું અગંત જોડાણ હોવાનું જણાવ્યુ હતુ.


પંકજ ત્રિપાઠીની નવી શરૂઆત

HMILએ પ્રખ્યાત અભિનેતા પંકજ ત્રિપાઠીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. કંપનીનું આ પગલું ભારતીય ગ્રાહકો સાથે સંબંધ મજબૂત કરવા માટે એક સારી યોજના છે. પંકજ ત્રિપાઠી ફિલ્મોની સાથે એટીટી પર પણ ધૂમ મચાવે છે. તેની સ્વચ્છ છબી બ્રાન્ડ વેલ્યુ વધારવામાં મદદરૂપ થઇ શકે છે. પંકજ ત્રિપાઠી કાલીન ભૈયાની ભૂમિકાથી વધુ પ્રખ્યાત થયા છે. આ મામલે પકંજ ત્રિપાઠીએ કહ્યું કે તેમની પહેલી કાર હ્યુન્ડાઇ હતી અને તેમનો બ્રાન્ડ સાથે વ્યક્તિગત જોડાણ છે. તેમણે કહ્યું, "સરળતા અને પ્રામાણિકતાને મહત્વ આપનાર વ્યક્તિ તરીકે, હું હ્યુન્ડાઇના વિઝન સાથે કુદરતી તાલમેલ સાધી શકુ છું.

હ્યુન્ડાઇના ભારતમાં 29 વર્ષ

હ્યુન્ડાઇએ ભારતમાં 29 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે, હ્યુન્ડાઇએ કહ્યું કે ભારતીય બજારમાં લોન્ચ થયા પછી તેણે એક કરોડથી વધુ વાહનો વેચ્યા છે. આ આંકડામાં 37 લાખથી વધુ વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને સાથે જ 150થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવ્યા હતા. આ આંકડા સાથે, હ્યુન્ડાઇ સૌથી વધુ નિકાસ કરતી કંપની બની ગઇ છે. હ્યુન્ડાઇએ તાજેતરમાં ભારતમાં 26 નવા મોડેલ લોન્ચ કરશે. જેમાં નવા વાહનો અને ફેસલિફ્ટ મોડેલ્સનો સમાવેશ થઇ શકે છે. જેમાંથી છ ઇલેક્ટ્રિક કાર પણ હશે. દેશની બીજી સૌથી મોટી કાર નિર્માતા કંપની તેના કોમ્પેક્ટ પોર્ટફોલિયોને મજબૂત બનાવવાનો પણ પ્રયાસ કરશે. હ્યુન્ડાઇ હાલમાં 2025ના ચોથા ક્વાર્ટરથી મહારાષ્ટ્રના તાલેગાંવમાં તેનો નવો ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. ચેન્નાઈ ઉત્પાદન પ્લાન્ટના નવીનીકરણ અને આધુનિકીકરણ માટે 1500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. 

  • Follow us on: