જાણીતી અને દિગ્ગજ એક્ટ્રેસ રેખા બોલિવુડની ફક્ત લિજેન્ડ જ નહીં પણ સ્ટાઈલ આઈકોન પણ છે.  પોતાની ધીરજ, શાલીનતા અને સુંદરતા માટે ઓળખાતી રેખાએ પોતાના અંગત જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. આ બધુ હોવા છતા પણ રેખા ગર્વથી જીવન જીવે છે અને જીવનના સૌથી મુશ્કેલ સવાલોના જવાબ પણ આપે છે. આવું જ થયું જ્યારેવ ભારતના રાષ્ટ્રપતિએ તેમને સિંદૂર લગાવવા પર પ્રશ્ન પુછ્યો હતો તો તેમણે તેનો સમજી વિચારીને રમુજી જવાબ આપ્યો હતો. 


રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન આવી જ એક ક્ષણ આવી જ્યારે ભારતના રાષ્ટ્રપતિએ રેખાને તેમના સિંદૂર વિશે પૂછ્યું. આ પછી જે બન્યું તે ખૂબ જ રમુજી હતું. 

રાષ્ટ્રપતિએ રેખાને પૂછ્યો સવાલ

1981માં રેખાએ ફિલ્મ 'ઉમરાવ જાન'માં પોતાના કરિયરનું બેસ્ટ કામ કર્યું. આ ભૂમિકા માટે તેણીને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો. જ્યારે તેમને એક એવોર્ડ સમારંભમાં તેમના શાનદાર અભિનય માટે સન્માનિત કરવામાં આવી રહ્યા હતા, ત્યારે એક રમુજી ક્ષણ બની. યાસીર ઉસ્માન દ્વારા લખાયેલી તેમની જીવનચરિત્ર 'રેખા: ધ અનટોલ્ડ સ્ટોરી' અનુસાર, તત્કાલીન રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ રેખાના માથામાં સિંદૂર જોયું અને તેમને તેના વિશે પૂછ્યું ત્યારે રેખાએ સુંદર અને રમુજી રીતે જવાબ આપ્યો, 'હું જે શહેરમાંથી આવું છું, ત્યાં સિંદૂર પહેરવું એક સામાન્ય પ્રથા છે... તે એક ફેશન છે!'

રેખાએ રાષ્ટ્રપતિને આપ્યો

આ એક વાક્ય રેખાના આત્મા, આત્મવિશ્વાસ અને સુંદરતા દર્શાવે છે, પરંતુ કેટલાક લોકોને તે સિંદૂરને ફેશન કહેવાનું ખરાબ લાગશે. રેખાની ઓન-સ્ક્રીન લાઈફ ગ્લેમર હતી પણ તેની અંગત લાઈફ ખૂબ ઉતાર-ચઢાવ વાળી હતી. 






  • Follow us on: