• 23 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે પરિણીતીની ચુડા સેરેમની
  • 24 સપ્ટેમ્બરે બપોરે 1 વાગ્યે રાઘવ ચઢ્ઢા સહેરો બાંધશે
  • રાત્રે 8 વાગ્યે લીલા પેલેસ હોટેલમાં વેડિંગ રિસેપ્શનનું આયોજન થશે

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢાના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. ગઈકાલે આ કપલની મહેંદી સેરેમનીની તસવીરો સામે આવી હતી. હાલમાં પરિણીતી અને રાઘવના લગ્નના કેટલાક ફંક્શન દિલ્હીમાં ચાલી રહ્યા છે. આ પછી કપલ 23 અને 24 તારીખે ઉદયપુરમાં લગ્ન કરશે. તો જાણી લઈએ કે પરિણીતીની ચૂડા સેરેમની અને રાઘવની સહેરાબંધી ક્યારે યોજાશે.

પરિણીતી-રાઘવના લગ્નની તમામ વિધિ ક્યારે અને ક્યાં થશે?

પરિણીતિ અને રાઘવના લગ્ન ખૂબ જ ભવ્ય હશે. આ કપલના લગ્નમાં પરિવાર, સંબંધીઓ અને મિત્રો ઉપરાંત બોલિવૂડ સેલેબ્સ અને મોટી રાજકીય હસ્તીઓ હાજરી આપશે. આવી સ્થિતિમાં મહેમાનોના સ્વાગત માટે શાહી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પરિણીતી અને રાઘવના લગ્નની તમામ વિધિઓ 'ધ લીલા પેલેસ' અને 'તાજ પેલેસ' હોટલમાં કરવામાં આવશે. કઇ વિધિ ક્યારે થશે તેનું સંપૂર્ણ શેડ્યુલ પણ તૈયાર છે.

23 સપ્ટેમ્બર 2023 ના રોજ યોજાશે આ ફંક્શન્સ

  • બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન મહેમાનો માટે વેલકમ લંચનું આયોજન કરવામાં આવ્યું છે, તેને 'ગ્રેન્સ ઓફ લવ' નામ આપવામાં આવ્યું છે.
  • સવારે 10 થી બપોરે 1 વાગ્યાની વચ્ચે ફ્રેસ્કો આફ્ટરનૂ હોસ્ટ કરાશે જેને બ્લૂમ્સ એન્ડ બાઈટ્સ નામ આપવામાં આવશે.
  • પરિણીતી ચોપરાની ચુડા સેરેમની સવારે 10 વાગ્યે કરવામાં આવશે. આ વિધિને 'પરી જ ચૂડા' સમારોહ નામ આપવામાં આવ્યું છે.
  • સાંજે 7 વાગ્યાથી મહેમાનો માટે 90ના દાયકાની થીમ પર આધારિત પાર્ટીનું આયોજન કરવામાં આવશે.

24 સપ્ટેમ્બર 2023 ના રોજ યોજાશે આ ફંક્શન્સ

  • રાઘવ ચઢ્ઢા બપોરે 1 વાગ્યે સહેરો બાંધશે.
  • બપોરે 2 વાગ્યે રાઘવ ચઢ્ઢા તાજ લેક પેલેસથી સંગીતનાં સાધનો સાથે શોભાયાત્રા સાથે નીકળશે.
  • બપોરે 3.30 કલાકે જયમાળા થશે. આ પછી લગ્નના ફેરાનો સમય 4 વાગ્યાનો નક્કી કરવામાં આવ્યો છે.
  • પરિણીતી સાંજે 6.30 વાગ્યે રાઘવ સાથે લીલા પેલેસથી નીકળશે.
  • પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા રાત્રે 8 વાગ્યે લીલા પેલેસ હોટેલમાં વેડિંગ રિસેપ્શનનું આયોજન કરશે.

હાલમાં તમામની નજર પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના લગ્ન પર ટકેલી છે. પરિણીતીને રાઘવની દુલ્હન બનતા જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પરિણીતી તેના આ ખાસ દિવસે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલ આઉટફિટ પહેરશે.

  • Follow us on: