- કેમેરા પરથી ટેપ હટાવતા બનશે તીરનું નિશાન
- લગ્નમાં મહેમાન કે અન્ય કોઈ વીડિયો કે ફોટો લઈ શકાશે નહીં
- ઉદયપુરમાં કપલના શાહી લગ્નનો વધ્યો ઠાઠ
પરિણીતી અને રાઘવના લગ્નની તૈયારીઓ ઉદયપુરમાં જોરશોરથી ચાલી રહી છે. કપલ આજે સવારે લગ્ન માટે ઉદયપુર પહોંચી ચૂક્યું છે. આ સમયે તેઓ કાળા સનગ્લાસમાં જોવા મળ્યા હતા. બોલિવૂડ અને રાજનીતિમાં પણ આ કપલના લગ્નની ચર્ચાઓ જોવા મળી રહી છે. પ્રી વેડિંગ ફંક્શનને લઈને કપલ આજે ઉદયપુર આવ્યું ત્યારે અહીં તેમનું ખાસ સ્વાગત કરાયું હતું.
24 સપ્ટેમ્બરે કપલ કરશે લગ્ન
ઉલ્લેખનીય છે કે આવતીકાલથી લગ્નના ફંક્શન્સ શરૂ થશે. 2 દિવસ સુધી ચાલનારા આ લગ્નના ફંક્શન્સ ખાસ રહેશે. 24 સપ્ટેમ્બરે કપલ ઉદયપુરના ધ લીલા પેલેસમાં શાહી લગ્ન કરશે. જેની તૈયારીઓ લગભગ પૂર્ણ થવાના આરે છે અને લગ્નમાં ખૂબ જ ધમાલની સાથે પરિવારના સભ્યોનું પણ ખાસ ધ્યાન રખાશે.
ફોટો વીડિયો લીક ન થાય તે માટેની ખાસ વ્યવસ્થા
ઉલ્લેખનીય છે કે કપલે તેમના લગ્નના ફોટો કે વીડિયો લીક ન થાય તે માટેની ખાસ વ્યવસ્થા કરી છે. મળી રહેલી માહિતિ અનુસાર લગ્નના ફોટો અને વીડિયોને લીક થતા અટકાવવા માટે તમામ મહેમાનોના મોબાઈલના કેમેરા પર ભૂરા રંગની એક ટેપ લગાવવામાં આવશે.
શું છે ભૂરા રંગની ટેપની ખાસિયત
ભૂરા રંગની ટેપની ખાસિયત છે તે તેને મોબાઈલના કેમેરા પર લગાવ્યા બાદ જો કોઈ તેને હટાવી દે છે તો ટેપ પર એક તીરનું નિશાન જોવા મળશે. જો કોઈ આ ટેપ હટાવે છે તો સિક્યોરિટી ચેકિંગમાં તે સામે આવી જશે.

તમામ માટે એક નિયમ
3 દિવસ સુધી હોટલના સ્ટાફને પણ બહાર જવા દેવામાં આવશે નહીં. હોટલ સ્ટાફને માટે પણ ફોનના કેમેરા પર આ જ ટેપ લગાવવામાં આવશે. તેઓ પણ ટેપ હટાવશે તો તેમની પર ખાસ એક્શન લેવામાં આવશે.
ગેસ્ટનું પણ કરાશે સ્કેનિંગ
માહિતી એવી પણ મળી રહી છે કે હોટલના સ્ટાફ સિવાય લગ્નમાં જે પણ મહેમાનો આવશે તેમનું સિક્યોરિટી દ્વારા સ્કેનિંગ કરવામાં આવશે. સંપૂર્ણ રીતે ચેકિંગ થયા બાદ જ તેઓ લગ્નમાં પ્રવેશ મેળવી શકશે. આ સિવાય લગ્નને પ્રાઈવેટ રાખવા માટે હોટલની સિક્યોરિટી વ્યવસ્થાને પણ બદલી દેવામાં આવી છે.
100 સુરક્ષા ગાર્ડની કરાઈ વ્યવસ્થા
કપલના લગ્નમાં સુરક્ષા વ્યવસ્થાનું ખાસ રીતે ધ્યાન રાખવામાં આવ્યું છે, લગ્નના દિવસે 100 ખાનગી સુરક્ષા ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય લગ્નના દિવસે ઝીલની વચ્ચે 5 બોટમાં સુરક્ષા ગાર્ડ તૈનાત રહેશે. બોટ પહોંચવાના પ્લેટફોર્મ પર પણ સુરક્ષા ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.