• વડાપ્રધાને લખેલું ગીત એવોર્ડમાં નોમિનેટ થયું
  • 16 જૂનના રોજ આ ગીત રિલીઝ કરાયું હતું
  • ફાલ્ગુની શાહે કર્યું આ અંગે મોટું ટ્વિટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગીત 'એબન્ડન્સ ઈન મિલેટ્સ'ને ગ્રેમી એવોર્ડ્સ 2024 માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. આ ગીત ભારતીય-અમેરિકન ગ્રેમી વિનર સિંગર ફાલ્ગુની શાહે ગાયું છે. આ ગીત તારીખ 16 જૂનના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું, જે સ્વાસ્થ્યના લાભો અને પૌષ્ટિક અનાજને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોને દર્શાવે છે. યુનાઈટેડ નેશન્સે આ વર્ષે ઈન્ટરનેશનલ મિલેટ યરની જાહેરાત કરી હતી. તેને પણ ગીતમાં સેલિબ્રેટ કરતા દર્શાવવામાં આવ્યું છે. આ ગીત યુટ્યુબ પર જોવા મળી રહ્યું છે. સિંગર ફાલ્ગુની શાહના ગીતને બેસ્ટ વર્લ્ડ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું છે.

ફાલ્ગુની શાહે ટ્વિટર પોસ્ટ કર્યું

ફાલ્ગુની શાહે પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. તેણે લખ્યું- 'અમારા સિંગલ "એબન્ડન્સ ઇન મિલેટ્સ" નો વીડિયો હવે બહાર આવ્યો છે. માનનીય વડા પ્રધાન સાથે લખાયેલ અને રજૂ કરાયેલ ગીત. ખેડૂતોને બાજરી ઉગાડવા અને વિશ્વની ભૂખને દૂર કરવામાં મદદ કરવા માટે આ વર્ષને બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું. એબન્ડન્સ ઇન મિલેટ્સ ગીત ફાલુ (ફાલ્ગુની શાહ) અને ગૌરવ શાહે ગાયું છે. તેને ફાલુ (ફાલ્ગુની શાહ) અને ગૌરવ શાહે કેન્યા ઓથી, ગ્રેગ ગોન્ઝાલેઝ અને સૌમ્યા ચેટર્જી સાથે મળીને બનાવ્યું છે. તેનો મ્યુઝિક વીડિયો પણ કેન્યા ઓથી દ્વારા બનાવવામાં આવ્યો છે.

અગાઉ ગરબો પણ લખેલો

આ પહેલા વડાપ્રધાન મોદીએ નોરતા નિમિતે એક ગરબો પણ લખ્યો હતો. જેના પર ગુજરાતના સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટમાં પ્લે કરવામાં આવ્યો હતો. જેમાં લાખોની સંખ્યા પર ગુજરાતીઓએ ગરબા લીધા હતા. આ અંગે એક વર્લ્ડ રેકોર્ડ પણ તૈયાર થયો હતો. વડાપ્રધાન મોદી સમયાંતરે કોઈ પુસ્તક માટેની વિગત અને આ પ્રકારના ગીત લખતા હોય છે. આ ઉપરાંત તેમને ફોટોગ્રાફીનો પણ સારો એવો શોખ છે. લેખન કાર્યમાં એમની સારી એવી પકડ છે. એવું કહેવામાં કંઈ ખોટું નથી. એમના નામથી પ્રકાશિત પુસ્તકોમાં પણ એમને પોતાનું લખાણ જાતે કરેલું હોવાનું જણવા મળ્યું છે.

  • Follow us on: