- લક્ષ્મીજીની પૂજામાં શ્રી યંત્ર, કુબેર યંત્ર, દક્ષિણાવર્તી શંખ, એકાક્ષી નારિયેળ રાખો
- માતા લક્ષ્મી અને ગણેશજીને સ્થાપિત કરતા પહેલા વંદન કરો અને સાથિયો બનાવો
- દિવાળીની સાંજે પીપળાના ઝાડની નીચે તેલનો દીવો કરી મનોકામના કરવામાં આવે છે
દિવાળીના તહેવારની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે જ ધનતેરસ પૂર્ણ થઈ છે અને કાળી ચૌદશની ઉજવણી પણ ચાલુ છે. આ સાથે જ દિવાળીને ગણતરીના કલાકો બાકી છે ત્યારે તમે કેટલાક ખાસ ઉપાયો કરી લેશો તો તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે અને સાથે તમારા પર તેમની કૃપા બની રહે છે. તો જાણો ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન કાયમી રહે તે માટે શું કરવું અને શું નહીં.
1. ધન લાભ માટે દિવાળીનો સમય પરમ સિદ્ધ માનવામાં આવે છે. નાનાથી લઈને મોટા સુધી તમામ વેપારી દુકાને માતા લક્ષ્મીનું પૂજન કરે છે. આ માટે તમામે શુભ મૂહૂર્તમાં પૂજા કરી લેવી જરૂરી છે. આ પછી ઘરમાં આવીને શુભ મૂહૂર્તમાં પૂજા કર્યા બાદ તમામ ખૂણામાં દીવો કરીને પ્રકાશ પાથરવાનું ચૂકશો નહીં.













