• સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર હુમલાખોરોએ 5 રાઉન્ડ કર્યું ફાયરિંગ
  • એક ગોળી સલમાન ખાનના ઘરની બાલ્કનીમાં લગાવેલી નેટમાં વાગી
  • ત્રીજી અને ચોથી ગોળી સલમાન ખાનના ઘરની આસપાસની દિવાલ પર વાગી

બોલિવૂડના દબંગ સલમાન ખાનના જીવ પર વર્ષોથી ખતરો છે. ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈ તેના દુશ્મન બની બેઠા છે. બંને તરફથી સલમાનને નુકસાન પહોંચાડવાના અનેક પ્રયાસો થયા છે. હવે ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. રવિવારે સવારે 4.50 વાગ્યે સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર અજાણ્યા બાઇકસવારોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

હુમલાખોરોએ 5 રાઉન્ડ કર્યું ફાયરિંગ

અકસ્માતમાં કોઈને નુકસાન થયું નથી પરંતુ ફાયરિંગની ઘટનાએ ફેન્સ અને પરિવારજનોને ચિંતામાં મૂકી દીધા છે. ચુસ્ત સુરક્ષા હોવા છતાં પણ આવી દુર્ઘટના બનવી એ ડરામણી છે. ફોરેન્સિક ટીમે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં જઈને તપાસ કરી હતી. દિવાલની અંદરથી ગોળીઓના નિશાન મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ, એક ગોળી સલમાન ખાનના ઘરની બાલ્કનીમાં લગાવેલી નેટમાં વાગી હતી. પોલીસને સલમાનના ઘરની અંદરથી તે બુલેટના શેલ મળી આવ્યા છે.

ગોળી બાલ્કનીની જાળીમાંથી ઘૂસી 

ખબર છે કે સલમાન તેના ફેન્સને મળવા ઘણી વખત આ બાલ્કનીમાં આવે છે. ઈદ હોય કે દિવાળી સલમાન આ બાલ્કનીમાં આવીને ફેન્સનો આભાર વ્યક્ત કરે છે. એવું જાણવા મળ્યું છે કે હુમલાખોરોએ કુલ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાંથી 4 સલમાન ખાનના ઘર તરફ ફાયર કરવામાં આવ્યા હતા અને એક ગોળી ગોળીબાર કર્યા વિના જ જમીન પર પડી હતી.

સલમાન ખાનના ઘર તરફ ફાયર કરવામાં આવેલી 4 ગોળીઓમાંથી એક ગોળી સલમાન ખાનની બારીની જાળીને વીંધીને ઘરની અંદર ગઈ હતી. તેનો શેલ ગેલેક્સી એપાર્ટમેન્ટની અંદર પડેલો મળી આવ્યો હતો. તો બીજી ગોળી સલમાન ખાનની બારીના નીચેના ભાગમાં વાગી હતી ત્રીજી અને ચોથી ગોળી સલમાન ખાનના ઘરની આસપાસની દિવાલ પર પણ વાગી હતી.

સલમાનની સુરક્ષા વધુ કડક કરાઈ

પોલીસ હાલમાં સલમાન પર કોણે હુમલો કર્યો તેની તપાસ કરી રહી છે. બાઇક પર આવેલા બે હુમલાખોરોએ હેલ્મેટ પહેરી હત, તેથી તેઓની ઓળખ હજુ થઈ શકી નથી. જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી દબંગ ખાનના ફેન્સ તેના માટે ચિંતિત છે. સોશિયલ મીડિયા પર લોકો સલમાન માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. સલમાનના જીવ પરનો આ ખતરો શાંત થઈ રહ્યો નથી. થોડા દિવસો સુધી બધું શાંત હતું પરંતુ આ ફાયરિંગ બાદ મામલો ફરી ગંભીર બની ગયો છે. સલમાનની સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે.

  • Follow us on: