બોલીવુડ અભિનેત્રીએ પોતાના અભિનયના કાર્યકાળ દરમિયાન એવા કાર્યો કર્યા જે સમાજ માટે ઉત્તમ ઉદાહરણ છે. આ અભિનેત્રી તેના દેખાવના કારણે વધુ લોકપ્રિય હતી. હાલ તો તે ફિલ્મ જગતમાં એટલી કાર્યરત નથી પણ તેની અદાઓ હજુપણ ફેન્સને આકર્ષિત કરી રહી છે. આ હિરોઇને પ્રખ્યાત નિર્દેશકની 600 કરોડની સંપત્તિ નકારી હતી. આ ઉપરાંત તેણે 34 અનાથ બાળકીઓને દત્તક લઇને તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યુ છે. કોણ છે આ અદાકારા,? જુઓ...


600 કરોડની સંપત્તિનો કર્યો અસ્વીકાર !

ફિલ્મ જગતમાં કેટલીક એવી અભિનેત્રીઓ છે જે વિના લગ્ને માતા બની છે. અને અમુક અભિનેત્રીઓએ બાળકો દત્તક લીધા છે. પરંતુ એક એવી અભિનેત્રી છે જેણે એક કે બે નહીં પરંતુ એકસાથે 34 બાળકોને દત્તક લીધા છે. આ ઉપરાંત, આ અભિનેત્રી સાથે જોડાયેલી એક રસપ્રદ વાત એ છે કે તેણે 600 કરોડ રૂપિયાની મિલકત પણ નકારી કાઢી હતી. આપણે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે પ્રિયંકા ચોપરા કે ઐશ્વર્યા રાય નથી, પરંતુ આ અભિનેત્રીનું નામ પ્રીતિ ઝિન્ટા છે. સ્વર્ગસ્થ બોલીવુડ ફિલ્મ નિર્દેશક કમાલ અમરોહીના પુત્ર શાંદર અમરોહી પ્રીતિ ઝિન્ટાને પોતાની પુત્રીની જેમ રાખતા હતા. તેમનું અવસાન 2011માં થયું હતું. તેમના મૃત્યુ સમયે સમાચાર આવ્યા કે તેમણે પ્રીતિને દત્તક લીધી છે. પરંતુ અભિનેત્રીએ આ બાબતોને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે મેં શાનદાર અમરોહીને તેમની જરૂરિયાતના સમયે મદદ કરી હતી. કોઈએ મને દત્તક લીધી નથી. એવું કહેવાય છે કે શાંદર પોતાની 600 કરોડ રૂપિયાની મિલકત પ્રીતિને ટ્રાન્સફર કરવા માંગતો હતો. પરંતુ પ્રીતિએ તેને દત્તક લેવાની ના પાડી દીધી. તેણીએ કડક સ્વરમાં કહ્યું કે હું શેરીઓમાંથી આવી નથી કે મારે બીજા કોઈની મિલકત લેવી પડે. તે દિવસોમાં, શાંદરના પુત્રો વચ્ચે તેમના પિતાની મિલકત અંગે વિવાદ ચાલી રહ્યો હતો.

2009માં 34 બાળકીઓને દત્તક લીધી

પ્રીતિ ઝિન્ટાએ વર્ષ 2009માં તેના 34માં જન્મદિવસ પર એક મોટું અને ઉમદા કાર્ય કર્યું. આ સમય દરમિયાન, અભિનેત્રીએ ઋષિકેશમાં મધર મિરેકલ અનાથાશ્રમમાંથી 34 છોકરીઓને દત્તક લીધી અને પ્રીતિએ તેમની સંપૂર્ણ જવાબદારી લીધી. અભિનેત્રી પોતે તેના ખાવા-પીવાનો અને અન્ય ખર્ચ ઉઠાવે છે. 2016માં, પ્રીતિએ એક અમેરિકન પુરુષ, જીન ગુડઈનફ સાથે લગ્ન કર્યા, જે તેનાથી 10 વર્ષ નાના છે અને ફાઇનાન્સ એનાલિસ્ટ છે અને તે અમેરિકા શિફ્ટ થઈ ગઈ છે. લગ્ન પછી, બંને 2021માં સરોગસી દ્વારા જોડિયા બાળકો જય અને જીયાના માતા-પિતા બન્યા હતા. 

  • Follow us on: