• અલ્લુ અર્જુનની 'પુષ્પાઃ ધ રૂલ'ને લઈને જોરદાર ચર્ચા થઈ રહી છે
  • આ ફિલ્મની રિલીઝ ડેટ બદલાય
  • અલ્લુ-રશ્મિકા સિવાય ફહાદ ફાઝીલ પુષ્પા 2માં જોવા મળશે

સાઉથની ઘણી મોટી ફિલ્મો આ વર્ષે થિયેટરોમાં આવવાની છે. પ્રભાસની 'કલ્કી 2898 એડી'થી શરૂ થાય છે. 2024ના બીજા હાફમાં 20 ફિલ્મો આવી રહી છે, જેની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં આ સુપરસ્ટાર્સ અને તેમની ફિલ્મોને લઈને જોરદાર ચર્ચા છે. તે લિસ્ટમાં જુનિયર એનટીઆર, પ્રભાસ, રામ ચરણ અને અલ્લુ અર્જુનનો સમાવેશ થાય છે. આ વર્ષની મચ અવેટેડ ફિલ્મ પુષ્પા 2 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી. પરંતુ બાદમાં મેકર્સે ફિલ્મ પોસ્ટપોન કરી દીધી હતી. હવે 'પુષ્પાઃ ધ રૂલ' 6 ડિસેમ્બરે થિયેટરોમાં આવશે. આ ડેટ પસંદ કરવાનું કારણ એ છે કે નજીકમાં કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી.

ઘણા સમયથી એવા રિપોર્ટ હતા કે 'પુષ્પા 2'નું શૂટિંગ હજી પૂર્ણ થયું નથી, તેથી જ મેકર્સે તારીખ આગળ વધારી છે. પરંતુ ફિલ્મની રિલીઝ ડેટ લંબાવવા પાછળ ઘણા કારણો છે. શૂટિંગ પૂરું ન થવા સિવાય ફિલ્મમાં વિલનના રોલમાં ફહાદ ફાઝિલને લઈને પણ એક મોટું અપડેટ સામે આવ્યું છે.

આ કારણે 'પુષ્પા 2' પોસ્ટપોન રાખવામાં આવી

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સિવાય ફહાદ ફાઝીલ પુષ્પા 2માં જોવા મળશે. તેને 'પુષ્પાઃ ધ રાઈઝ'માં પણ ખૂબ ધૂમ મચાવી હતી. તે ફરી એકવાર એસપી ભંવર સિંહના રોલમાં પુષ્પા રાજની મુશ્કેલીઓ વધારતો જોવા મળશે. હાલમાં જ તેની એક ફિલ્મ 'આવેશમ' રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ ફહાદ ફાસિલના કારણે ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી છે. તેને પ્રી-ક્લાઈમેક્સ દરમિયાન 'પુષ્પા પાર્ટ 1'માં એન્ટ્રી કરી હતી અને આખી ફિલ્મમાં તે જોવા મળ્યો હતો.

આ કારણે થયું મોડું

જાણવા મળ્યું છે કે ફહાદ ફાઝિલે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પુષ્પા 2 માટે તારીખો આપી હતી. પણ સુકુમારે આખો પ્લાન બદલી નાખ્યો. આવામાં તારીખો બદલાઈ ગઈ. તે પણ સુકુમારના આ નિર્ણયથી ખૂબ નારાજ છે. ફહાદ ફાસીલ બેક-ટુ-બેક ફિલ્મો સાઈન કરવાને કારણે 'પુષ્પા 2' માટે વધુ તારીખો આપી શક્યો નહીં. તેથી શેડ્યુલ લંબાવવું પડ્યું. જેના કારણે શૂટિંગમાં મોડું થયું.

હવે તેને મેકર્સને તેની ડેટ્સ આપી દીધી છે, જેના કારણે હાલમાં તેના ભાગનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે પુષ્પા 2ની રિલીઝમાં મોડું થવાને કારણે મેકર્સને 40 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થઈ શકે છે.


  • Follow us on: