• અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2' હાલમાં સતત ચર્ચામાં છે
  • ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફાર થયો છે
  • 15 ઓગસ્ટે રિલીઝ નહીં થાય પુષ્પા 2

અલ્લુ અર્જુનના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. તેની ફિલ્મ 'પુષ્પા 2'ને લઈને છેલ્લા ઘણા દિવસોથી જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ 15 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે નહીં. અલ્લુ અર્જુને પોતે ફિલ્મ પોસ્ટપોન રાખવાના સમાચારની પુષ્ટિ કરી છે. તેમજ નવી રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

ફિલ્મના ગીતોને મળ્યો જોરદાર રિસપોન્સ

અત્યારે ફેન્સમાં પુષ્પરાજનો ક્રેઝ જોવા મળે છે. ફિલ્મના બે ગીતો આવી ગયા છે. પહેલું - પુષ્પા-પુષ્પા અને બીજું- અંગારા. બંને ગીતોને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ગીતોએ દુનિયાભરમાં મોટા રેકોર્ડ પણ બનાવ્યા. શરૂઆતથી જ પુષ્પા 2ના મેકર્સે 15મી ઓગસ્ટે રિલીઝ કરવાની તૈયારી કરી હતી. આ જ કારણ હતું કે અજય દેવગનની 'સિંઘમ અગેન'ની રિલીઝ પણ પોસ્ટપોન કરવી પડી હતી. હાલમાં જ 15 ઓગસ્ટે બોલિવુડના ત્રણ એક્ટર્સે તેમની ફિલ્મ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. તેની શરૂઆત જ્હોન અબ્રાહમથી થઈ, જ્યારે તેને 'વેદ' રિલીઝ કરવાની જાહેરાત કરી.

https://www.instagram.com/p/C8UiXbgva-Z/ 

15 ઓગસ્ટે આ ફિલ્મ થશે રિલીઝ

આ પછી અક્ષય કુમાર પણ તે જ દિવસે તેની ફિલ્મ 'ખેલ-ખેલ મેં' રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ શ્રદ્ધા કપૂરે જાહેરાત કરી કે તેની 'સ્ત્રી 2' પણ તે જ દિવસે રિલીઝ થશે. ચિયાન વિક્રમની 'તંગલાન' પણ 15 ઓગસ્ટે રિલીઝ થશે. હાલમાં 'પુષ્પા 2'ની રિલીઝ ડેટ બદલી નાખવામાં આવી છે.

15 ઓગસ્ટે રિલીઝ થશે નહીં પુષ્પા 2

અલ્લુ અર્જુનની પુષ્પા 2 હવે 15 ઓગસ્ટે રિલીઝ થશે નહીં. છેલ્લા ઘણા દિવસોથી ફિલ્મને લઈને એવા રિપોર્ટ સામે આવી રહ્યા હતા કે ફિલ્મનું ઘણું કામ હજુ પૂર્ણ થયું નથી. આ દરમિયાન બે એડિટર્સ ફિલ્મ છોડી દેતા મેકર્સની મુશ્કેલી વધી ગઈ. પોસ્ટપોન રાખવાના સતત સમાચારો પર મેકર્સ તરફથી કંઈ કહેવામાં આવ્યું ન હતું. પરંતુ હવે ફિલ્મની નવી રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. તાજેતરમાં અલ્લુ અર્જુને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર શેર કર્યું છે. તેની નવી રિલીઝ ડેટની જાહેરાત કરી છે. પુષ્પાઃ ધ રૂલ હવે 6 ડિસેમ્બરે થિયેટરોમાં આવશે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદાના જોવા મળશે. આ ફિલ્મ માટે ફેન્સે હજુ 5 મહિના રાહ જોવી પડશે.

  • Follow us on: