- કપલ બડે મિયા છોટે મિયાંની રીલિઝ બાદ જશે હનીમૂન પર
- ફિલ્મ રીલિઝ બાદ બીજા દિવસે ફ્લાઈટ પકડો અને જાઓઃ વાસુ ભગનાની
- બંને પરિવારોના મિલનથી મહેમાનો ખુશ, લક્ષ્મી ઘરે આવીઃ ભગનાની
રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી ત્યારે તેઓએ પોતાના પ્રિયજનોના બીચ ગોવામાં એક સુંદર ડેસ્ટિનેશન વેડિંગમાં સાત ફેરા લીધા. લગ્ન બાદ રકુલ પ્રીત સિંહ અને જૈકી ભગનાનીના લગ્ન બાદ શું પ્લાન છે તેને વિશે જેકીના પિતા વાસુ ભગનાનીએ અપડેટ આપ્યું છે. આ સાથે વાસુ ભગનાનીએ રકુલ પ્રીત સિંહ અને રિસ્પેશનને વિશે પણ વાત કરી છે.
ફિલ્મની રીલિઝ બાદ જશે હનીમૂન પર
વાસુ ભગનાનીએ જણાવ્યું કે સફળ વિવાહ સમારોહને લઈને આભાર વ્યક્ત કર્યો છે અને કહ્યું કે ભગવાનના આર્શીવાદથી તમામ પવિત્ર પરંપરાઓને સારી રીતે નિભાવી. તમામ મહેમાન 2 પરિવારના મિલનની ઉજવણી સાથે ખુશ હતા. આ સિવાય વાસુ ભગનાનીએ ખુલાસો કર્યો કે રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટાર એક્શન થ્રિલર ફિલ્મ બડે મિયા છોટે મિયાંની રીલિઝ બાદ તેમના હનીમૂન પર જવાની યોજના બનાવી રહ્યા છે. વાસુ ભગનાનીએ મજાકમાં એમ પણ કહ્યું કે બડે મિયાં (વાસુ)નો ઓર્ડર છે કે જેવી ફિલ્મ રીલિઝ થાય તરત જ બીજા દિવસે ફ્લાઈટ પકડો અને એક મહિનાના હનીમૂન પર જતા રહો.
મુંબઈમાં યોજાશે રિસેપ્શન
વાસુ ભગનાનીએ એમ પણ કહ્યું કે કેટલીક પરિસ્થિતિના કારણે કેટલાક લોકો ગોવામાં લગ્નમાં સામેલ થઈ શક્યા નથી. એવામાં તેઓએ તેમને માટે મુંબઈમાં પોતાના રહેઠાણ પર એક સ્વાગત સમારોહ પણ પ્લાન કર્યો છે.
લક્ષ્મી ઘરે આવી
ગોવાથી પરત આવતા સમયે વાસુ ભગનાની અને તેમની દીકરી દીપશિખા અને અન્ય લોકો એરપોર્ટ પર સ્પોટ થયા. એવામાં જ્યારે પેપરાજીએ વાસુ ભગનાનીને લગ્નને વિશે પૂછ્યું તો તેઓએ ઉત્સાહ સાથે કહ્યું, બહુ સરસ, વેરી ગુડ. આ પછી તેઓએ ચહેરા પર સ્માઈલ સાથે કહ્યું, લક્ષ્મી ઘરે આવી રહી છે.
મુંબઈથી શરૂ થયા હતા લગ્નના ફંક્શન
ઉલ્લેખનીય છે કે રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ મુંબઈમાં ઢોલ નાઈટ સાથે લગ્નના ફંક્શન શરૂ કર્યા હતા. આ પછી બંનેએ સિદ્ધિવિનાયક મંદિરે આશીર્વાદ લીધા અને લગ્નનું પહેલું કાર્ડ ભગવાનના ચરણોમાં સમર્પિત કર્યું. આ પછી ગોવામાં તેમની હલ્દી, મહેંદી અને સંગીત સેરેમની યોજાઈ અને પછી શીખ અને સિંધી બંને રિવાજ સાથે કપલના લગ્ન થયા.