• શ્રદ્ધા કપૂરની ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે
  • રણબીર કપૂરે શ્રદ્ધા કપૂરને લઈને એક ખુલાસો કર્યો છે
  • રણબીર કપૂર શ્રદ્ધા સાથે ફરીથી કામ કરવા માંગે છે

સ્ત્રી 2 ની ચર્ચા સામાન્ય ફેન્સથી લઈને સેલેબ્સમાં થઈ રહી છે. આ ફિલ્મે માત્ર 10 દિવસમાં બોક્સ ઓફિસ પર 340 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. સ્ત્રી 2 ની સ્ટારકાસ્ટ ફિલ્મની સફળતાનો આનંદ માણી રહી છે. એક્ટર રણબીર કપૂરે પણ તેની મિત્ર અને કો-સ્ટાર શ્રદ્ધાને કોમર્શિયલ બોક્સ ઓફિસ સ્ટાર ગણાવી છે.

શ્રદ્ધા કપૂરની ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સ્ત્રી 2' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં અપારશક્તિ ખુરાના, પંકજ ત્રિપાઠી અને અભિષેક બેનર્જીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મ રિલીઝ થયાને 10 દિવસ થઈ ગયા છે. આ ફિલ્મનું નિર્દેશન અમર કૌશિક કર્યું છે. ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2018માં રિલીઝ થયો હતો. આ ફિલ્મની સિક્વલ દર્શકોને ખૂબ જ પસંદ આવી છે. ફિલ્મે 10 દિવસમાં 340 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મમાં શ્રદ્ધા સહિત તમામ કલાકારોની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. એક્ટર રણબીર કપૂરે તેની કો એક્ટ્રેસે અને મિત્ર શ્રદ્ધા કપૂરના વખાણ કર્યા છે.

રણબીરે શ્રદ્ધાને કોમર્શિયલ બોક્સ ઓફિસ સ્ટાર ગણાવી છે. રણબીરે કહ્યું, અમે બંને ઘણા જૂના મિત્રો છીએ કારણ કે અમારા માતા-પિતા પણ મિત્રો છે. અમે બંનેએ સાથે કામ પણ કર્યું છે. કામને લઈને બંને 'અમે બંને એક જેવા છીએ', બંને વચ્ચે એક પ્રકારની એનર્જી છે. અમે અમારા કામમાં બેસ્ટ આપવા માંગીએ છીએ.

શ્રદ્ધા સાથે ફરીથી કામ કરવા માંગે છે રણબીર

રણબીરે કહ્યું કે મને આશા છે કે શ્રદ્ધા અને મને ભવિષ્યમાં ફરી સાથે કામ કરવાની તક મળશે. રણબીરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક્ટરે શ્રદ્ધા સાથે 'તુ જૂઠી મેં મક્કાર'માં કામ કર્યું છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. ફિલ્મમાં તેમની જોડીને લોકોને ખૂબ પસંદ આવી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીર હાલમાં તેની એપકમિંગ ફિલ્મ રામાયણને લઈને ચર્ચામાં છે. એક્ટર આ ફિલ્મમાં ભગવાન રામનો રોલ કરી રહ્યો છે. સાઈ પલ્લવી માતા સીતાનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારી કરી રહ્યા છે.

  • Follow us on: