- ફિલ્મના દરેક પાસાની સમીક્ષા કરીને આપ્યો નિર્ણય
- બ્રિટનમાં રિલીઝ થવા મુદ્દે કોઈ ચોખવટ નથી કરાઈ
- એક્શન સિકવન્સમાં રણબીરના વખાણ થઈ રહ્યા છે
બોલિવૂડમાં પોતાની એક્ટિંગ અને સ્ટાઈલથી ફેન્સના દિલ પર રાજ કરી રહેલો રણબીર કપૂર તેની આગામી ફિલ્મ 'એનિમલ'ને લઈને ઘણી ચર્ચામાં છે. અભિનેતાની આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટ્રેલરને દર્શકોમાં ખૂબ જ લોકપ્રિયતા મળી છે. આ ફિલ્મને ભારતના સેન્સર બોર્ડ દ્વારા A પ્રમાણપત્ર સાથે પ્રમાણિત કરવામાં આવ્યું છે, પરંતુ બ્રિટનના સેન્સર બોર્ડે તેને પુખ્ત જાહેર કરી છે.
બાળકો માટે નથી ફિલ્મ
રણબીર કપૂર અભિનીત આગામી ફિલ્મ 'એનિમલ'ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી 'A' રેટિંગ અને બ્રિટિશ બોર્ડ ઓફ ફિલ્મ ક્લાસિફિકેશન (BBFC) તરફથી 18 રેટિંગ મળ્યું છે, જે ફિલ્મને માત્ર પુખ્ત વયના લોકો માટે યોગ્ય બનાવે છે અને બાળકો માટે નહીં. આ રેટિંગ ફિલ્મમાં સામેલ ઘરેલું અને જાતીય શોષણના દ્રશ્યોને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું હતું. ફિલ્મ 'એનિમલ'માં ઘણી બધી હિંસા, જાતીય શોષણ અને ઘરેલું શોષણના ઉદાહરણો દર્શાવવામાં આવ્યા છે. તે તેના પિતા માટે બદલો લેવા માટે એક માણસની સતત શોધ દર્શાવે છે.

ગંભીર નોંધ લેવામાં આવી
બ્રિટિશ સેન્સર બોર્ડની વેબસાઈટ પર ફિલ્મના હિંસક દ્રશ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. જે બાળકો માટે યોગ્ય ન હોવાનું જણાવી દીધું છે. બીબીએફસીની વેબસાઈટ અનુસાર આ એક ડાર્ક હિન્દીભાષી એક્શન ડ્રામા ફિલ્મ છે. જેમાં એક વ્યક્તિ કોઈ પણ કિંમત પર બદલો લેવા માટે ઊભો થાય છે. ફિલ્મમાં લોહીના ફૂવાડા ઉડતા હોય એવા સીન દેખાડાયા છે. ડોમેસ્ટિક વાયોલન્સ છે. જ્યારે કેટલાક સીન ચીતરી ચડે એવા છે. થ્રેટ અને હોરર મામલે ત્રણ રેટિંગ આપ્યા છે. ફિલ્મમાં આવા તો ઘણા સીન છે. જે ક્રુરતા દેખાડે છે. જેની ગંભીર નોંધવામાં આવી છે.