• ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે
  • રણબીર કપૂરની એક્ટિંગે ચાહકોનું દિલ જીત્યું
  • રણબીર કપૂરની બહેનની સલોની બત્રાએ ફિલ્મને કરી ક્રિટીસાઇઝ

સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ફિલ્મની સ્ટોરી લાઇનથી લઈને તમામ પાત્રોની ચાહકોએ ખૂબ પ્રશંસા કરી. ખાસ કરીને રણબીર કપૂરની એક્ટિંગે ચાહકોનું દિલ જીતી લીધું હતું. જોકે, કેટલાક લોકોએ નિર્માતાઓ પર હિંસા અને મહિલાઓની ઉત્પીડનને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.

અભિનેત્રી સલોની બત્રાએ ફિલ્મની કરી બુરાઇ

સોશિયલ મીડિયા પર નેટીઝન્સ ફિલ્મ મેકર્સને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ પ્રકારની વસ્તુઓ ફિલ્મમાં ન દર્શાવવી જોઈએ. આનાથી સમાજમાં ખોટો સંદેશ જાય છે. હવે આ બધાની વચ્ચે ફિલ્મ એનિમલમાં રણબીર કપૂરની બહેનની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સલોની બત્રાએ પોતાનું મૌન તોડ્યું છે.

ફિલ્મના પાત્રો ખરાબ લોકો

સલોની બત્રાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન આ બાબતે કહ્યું કે, હું માનું છું કે ફિલ્મના પાત્રો ખરાબ લોકો છે. પરંતુ તમે વારંવાર ખરાબ લોકો વિશે વાર્તાઓ બનાવો છો. આ લોકો પ્રેરણાને લાયક છે અને તમે તેમને સ્ક્રીન પર બતાવો જેથી લોકો નજીકના થિયેટરોમાં જઈને આનંદ માણી શકે. સંદીપ સર તેમના ફિલ્મ નિર્માણ માટે ખૂબ જ મહાન વ્યક્તિ છે.

ફિલ્મની સ્ટોરી વાસ્તવિક જીવનથી પ્રેરિત હોય છે

સલોની બત્રાએ ફિલ્મ એનિમલના વિવાદ પર આગળ કહ્યું, 'જ્યારે પણ આપણે કોઈ ફિલ્મની વાર્તા લખીએ છીએ ત્યારે તે આપણા વાસ્તવિક જીવનથી પ્રેરિત હોય છે. હવે બધુ જનતા પર નિર્ભર છે કે તેઓ તેને ખોટું માને છે કે સાચુ. આપણે અહીં બેસીને શું સાચું અને શું ખોટું એ વિશે કોઈ પ્રવચન આપી શકતા નથી.

ફિલ્મને લઇ કહી આ વાત

સલોનીએ ત્યારપછી ફિલ્મ એનિમલના સીન વિશે વાત કરી જેમાં રણબીર કપૂર તેની બહેનને રેગિંગ કર્યા પછી કૉલેજ જાય છે. અભિનેત્રીએ કહ્યું, 'રિયલ લાઈફમાં આવું કંઈ જ નથી થતું. અને મારા મતે આવું ન થવું જોઈએ. લોકોને આ સીન ખૂબ પસંદ આવ્યો. આ બધું માત્ર ફિલ્મનો એક ભાગ છે અને તેને તે દ્રષ્ટિકોણથી જોવું જોઈએ.

પિતા અને પુત્રના સંબંધોની આસપાસ ફિલ્મની સ્ટોરી

તમને જણાવી દઈએ કે એનિમલ ફિલ્મની વાર્તા પિતા અને પુત્રના સંબંધોની આસપાસ ફરે છે. ફિલ્મમાં રણબીર કપૂર પુત્રની ભૂમિકામાં છે અને અનિલ કપૂર પિતાના રોલમાં જોવા મળી રહ્યો છે. આ સિવાય રશ્મિકા મંદન્નાએ રણબીરની પત્નીનો રોલ કર્યો હતો. પરંતુ રશ્મિકા કરતાં પણ વધુ તૃપ્તિ ડિમરી ફિલ્મમાં હેડલાઇન્સ બનાવી રહી છે. તેણે ઝોયાની ભૂમિકા ભજવીને ચાહકોને ખૂબ પ્રભાવિત કર્યા.

  • Follow us on: