• મુંબઈમાં કપલ આપશે ગ્રાન્ડ રિસેપ્શન
  • રિસેપ્શનના પ્લેસને લઈને સામે આવી નથી કોઈ પણ જાણકારી
  • અનેક બોલિવૂડ દિગ્ગજ રિસેપ્શનમાં થશે સામેલ

રણદીપ હુડ્ડા અને લિન લેશરામે 29 નવેમ્બરે મણિપુરના ઈમ્ફાલમાં ધામધૂમથી પારંપરિક રિવાજો સાથે લગ્ન કર્યા. લગ્નના બાદ આ બંને કપલ મુંબઈ આવ્યા અને સાથે જ એરપોર્ટ પર પોઝ આપ્યા. આ બંનેએ લગ્ન પરિવાર અને નજીકના સંબંધીઓ અને ખાસ દોસ્તોની હાજરીમાં કર્યા હતા. હવે રણદીપ અને લિન પોતાના લગ્નની પાર્ટી મુંબઈમાં આપવાના છે. તેની તારીખ પણ સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ બંને સ્ટાર આ મહિનાની 11 તારીખે મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન આપશે.

11 ડિસેમ્બરે મુંબઈમાં યોજાશે રિસેપ્શન

મળતી માહિતી અનુસાર રણદીપ અને લિન લેશરામ 11 ડિસેમ્બરે મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન આપશે. આ સિવાય અન્ય અનેક સ્ટાર્સે પણ આ માટેની તૈયારીઓ કરી લીધી છે.

સામેલ થશે અનેક સ્ટાર્સ

રણદીપ હુડ્ડા અને લિન લેશરામના પરિવારના સિવાય પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દોસ્તો પણ સામેલ થશે. આ રિસેપ્શન મુંબઈમાં ક્યાં રખાશે તેને લઈને પણ વેન્યૂની જાહેરાત કરાઈ નથી. એક્ટરના ગેસ્ટ લિસ્ટમાં કોણ કોણ છે તેને લઈને પણ કોઈ જાણકારી સામે આવી નથી. પણ એટલું ચોક્કસ છે કે આ ગ્રાન્ડ રિસેપ્શનમાં બોલિવૂડના તમામ દિગ્ગજ સ્ટાર્સને આમંત્રણ મોકલાઈ શકે છે.

 

બંનેની ઉંમરમાં છે 10 વર્ષનું અંતર

આ લગ્ન એ કારણે પણ ચર્ચામાં છે કેમકે રણદીપ અને લીનની વચ્ચેની ઉંમરનું અંતર ઘણું વધારે છે. રણદીપ 47 વર્ષના છે તો લિન ફક્ત 37 વર્ષની છે. લગ્નના થોડા દિવસ પહેલા જ રણદીપે લિનની સાથે ફોટો શેયર કરીને પોતાના સંબંધોની જાહેરાત કરી હતી. લિન મણિપુરની જાણીતી મોડલ અને એક્ટ્રેસ છે. એટલું નહીં તેણે અનેક બોલિવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એટલું નહીં શેમ્પૂ સના નામની જ્વેલરી બ્રાન્ડને પણ ઓપરેટ કરે છે. 

  • Follow us on: