- રાની મુખરજી-કાજોલની જુગલ જોડી
- દર્શકોને કરશે ફુલ એન્ટરટેઇન
- કરણ સાથે મજાક મસ્તીના મૂડમાં જોવા મળ્યા
કરણ જોહરનો લોકપ્રિય ટોક શો કોફી વિથ કરણ તેની આઠમી સીઝનમાં છે. આ શોમાં બોલિવૂડની મોટી હસ્તીઓ ભાગ લે છે. હાલમાં જ બોલિવૂડની પાવરફુલ અભિનેત્રીઓ રાની મુખર્જી અને કાજોલે કોફી વિથ કરણમાં ભાગ લીધો હતો. બંનેએ કરણ સાથે ખૂબ મસ્તી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
કરણ અને રાની અને કાજોલની મજાક મસ્તી
શોના આગામી એપિસોડનો લેટેસ્ટ પ્રોમો વાયરલ થયો છે. જેમાં રાની મુખર્જી અને કાજોલ કરણ જોહર સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. આ બંને સુંદરીઓની એન્ટ્રીએ તેમના ચાહકોનું ઘણું મનોરંજન કર્યું છે. વાયરલ થઈ રહેલા આ પ્રોમોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે રાની કરણ જોહરને ધમકી આપતી જોવા મળે છે. જ્યાશે કાજોલ શૉ છોડીને ગુસ્સામાં જતી રહે છે.
શોમાં કરી રહ્યા છે મસ્તી અને ધમાલ
વિડીયોમાં રાની મુખર્જી કરણને કહે છે કે હું તને એક્સપોઝ કરવા માંગુ છું.તેના આ શબ્દો પર કાજોલ મજાકમાં કહે છે, હું હવે આ શો માણવા લાગી છું. તે જ સમયે, રાની ફરીથી કરણને કહે છે કે તેં મારા હાથમાંથી ખોરાક છીનવી લીધો હતો અને મને માર્યો હતો. પ્રોમો વિડિયોમાં તમે કરણ જોહરના મજેદાર સવાલ-જવાબ સત્રનો આનંદ માણી શકો છો.
આ સ્ટાર્સે ભાગ લીધો હતો
અગાઉ દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, સની દેઓલ, બોબી દેઓલ, સિદ્ધાર્થ મલ્હોત્રા, કરીના કપૂર અને આલિયા ભટ્ટ જેવા સ્ટાર્સ આ શોમાં ભાગ લઈ ચૂક્યા છે. ચાહકોને રાની મુખર્જી અને કાજોલને જોવાનું રસપ્રદ લાગી રહ્યુ છે.