યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા હાલમાં ચર્ચામાં છે. તાજેતરમાં, તેને સમય રૈનાના શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં માતાપિતા વિશે ખરાબ કોમેન્ટ કરી હતી. જે બાદ તેને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ રણવીરની ગર્લફ્રેન્ડનું તેની સાથે બ્રેકઅપ થઈ ગયું છે.


નિક્કી શર્માએ તોડ્યો સંબંધ?

રણવીર અલ્હાબાદિયા પોતાની પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખે છે. પરંતુ તેના માતાપિતા દ્વારા કરવામાં આવેલી ખોટી કોમેન્ટ પછી, એવા અહેવાલો છે કે તેની ગર્લફ્રેન્ડ નિક્કી શર્માએ તેની સાથે સંબંધ તોડી નાખ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ બંનેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યા છે. જે પછી એવા રિપોર્ટ છે કે તેમનું બ્રેકઅપ થઈ ગયું.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા રણવીર અલ્હાબાદિયાએ પોતાના વેકેશનના ફોટા શેર કર્યા હતા. જેમાં તે એક છોકરી સાથે જોવા મળ્યો હતો. ફોટો જોઈને ફેન્સે અનુમાન લગાવ્યું કે રણવીર તેની ગર્લફ્રેન્ડ નિક્કી સાથે વેકેશન પર ગયો છે. પરંતુ તેણે ફોટામાં પોતાનો ચહેરો છુપાવ્યો હતો. બંનેનો એક સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.


નિક્કીએ શેર કરી સ્ટોરી

મીડિયા રિપોર્ટ મુજબ રણવીરના માતા-પિતા પરની કોમેન્ટ પછી નિક્કીએ યુટ્યુબર સાથે સંબંધ તોડી નાખ્યો છે. નિક્કીએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી જેમાં તેને લખ્યું છે કે 'સાચા લોકો તમને સંભાળ, પ્રેમ, લાયક બને છે અને મૂલ્યવાન અનુભવ કરાવે છે.' પરંતુ આ ચર્ચાઓ કેટલી સાચી છે તે અંગે રણવીર અને નિક્કી તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

રણવીરે એક વીડિયો શેર કરીને માગી માફી

તમને જણાવી દઈએ કે સમય રૈનાના શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં આશિષ ચંચલાની, રણવીર અલ્હાબાદિયા અને અપૂર્વા મખીજાએ મહેમાન તરીકે ભાગ લીધો હતો. આ દરમિયાન રણવીરે એક સ્પર્ધકને એટલો ખરાબ પ્રશ્ન પૂછ્યો કે ફેન્સ પણ તે સાંભળીને ચોંકી ગયા. તેમના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ છે, લોકો કાનૂની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. પરંતુ રણવીરે એક વીડિયો શેર કરીને આ માટે માફી પણ માંગી હતી.


  • Follow us on: