સુશાંત સિંહ રાજપૂત કેસમાં ક્લીનચીટ મળ્યા બાદ, રિયા ચક્રવર્તી તેના પરિવાર સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન માટે પહોંચી હતી. અહીં તે પોતાના ભાઇ અને પિતા સાથે જોવા મળી હતી. બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી હંમેશા પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. સુશાંત કેસ અને ડ્રગ્સની હેરાફેરીમાં કથિત સંડોવણી હોવાનું બહાર આવતા રિયાએ દોઢ મહિના માટે જેલ પણ ભોગવી છે.


સિદ્ધિવિનાયક મંદિરમાં કર્યા દર્શન

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસમાં રિયા ચક્રવર્તીને ક્લીનચીટ મળી ગઈ છે. જે બાદ તે તેના પરિવાર સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. તેના ફોટા પણ સામે આવ્યા છે. રિયા સાથે તેનો ભાઈ શૌવિક અને પિતા પણ હતા. ત્રણેયે પાપારાઝી માટે પોઝ પણ આપ્યા હતા. રિયાએ ગુલાબી રંગનો ફ્લોરલ સૂટ પહેર્યો હતો. રિયા સિમ્પલ લુકમાં જોવા મળી હતી. ત્રણેય સિદ્ધિવિનાયક બાપ્પાના દર્શન કરવા ગયા હતા. રિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, તેણે બાપ્પા સામે માથું નમાવ્યું છે. શૌવિકના લુકની વાત કરીએ તો, તેણે સફેદ કુર્તા સાથે ડેનિમ પહેર્યું હતું. તેના પિતા પણ કુર્તા પાયજામામાં જોવા મળ્યા હતા.

મૃત્યુ અંગે ક્લોઝર રિપોર્ટ રજૂ

સીબીઆઈએ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ અંગે ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો છે. 34 વર્ષીય સુશાંત 14 જૂન 2020ના રોજ તેના બાંદ્રા સ્થિત નિવાસ સ્થાને મૃત હાલતમાં મળી આવ્યો હતો. જે બાદ મોટો વિવાદ સર્જાયો હતો. બાદમાં કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને સોંપવામાં આવી હતી.આ કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી. જે પછી તે લગભગ દોઢ મહિના સુધી જેલમાં રહી. હવે આ કેસમાં ક્લીનચીટ મળ્યા બાદ રિયાએ રાહતનો શ્વાસ લીધો છે. 

  • Follow us on: