• સોશિયલ મીડિયામાં સચિન તેંડુલકરે લોકોને પૂછ્યો સવાલ
  • કોણ છે અમિતાભ બચ્ચન તો લોકોએ આપ્યા રીએક્શન્સ
  • સચિન ટ્વિટને મળ્યા 5 લાખથી વધુ વ્યૂ, હજારો લાઇક્સ

ક્રિકેટ સમ્રાટ સચિન તેંડુલકરે બુધવારે બૉલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનને તેમના 81માં જન્મ દિવસે એક અનોખી સ્ટાઈલમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જન્મ દિવસની શુભેચ્છા પાઠવી. સચિનનો આ અંદાજ લોકોને એટલો પસંદ આવ્યો કે સચિનનું ટ્વિટ ઈન્ટરનેટ પર છવાઈ ગયું.

સચિન તેંડુલકરે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર લખ્યું કે તમે આટલા વર્ષોથી લોકોને સવાલો પૂછી રહ્યા છો. આજે મારે તમામને તમારા માટે એક સવાલ પુછવો છે. જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમિતજી. સચિને ટ્વિટની સાથે એક ફોટો પણ શેર કર્યો જેમાં સચિન પોતે અને તેમની સાથે બિગ બી અમિતાભ બચ્ચન જોવા મળે છે. પોસ્ટ કરેલ ફોટોમાં અમિતાભ બચ્ચનને લઈને એક સવાલ પણ કરવામાં આવ્યો છે. જેમાં પૂછવામાં આવ્યું છે કે અમિતાભ બચ્ચન કોણ છે? તેની સાથે KBC સ્ટાઈલમાં 4 ઓપ્શન્સમાં જવાબો આપવામાં આવ્યા છે. A. સુપરસ્ટાર, B. આઇકોન, C. એ લિજેન્ડ, D. આ તમામ.

સચિનના આ ટ્વિટને અત્યારસુધીમાં 5 લાખથી વધુ લોકોએ જોયો છે તો 21 હજાર કરતાં વધુ લાઇક્સ પણ મળ્યા છે તો હજારો યુઝર્સ સચિનના ટ્વિટને રીટ્વિટ પણ કરી ચૂક્યા છે. તો હજારો યુઝર્સ સચિનના ટ્વિટમાં રસપ્રદ કમેન્ટ્સ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે સચિનના સવાલનો જવાબ આપ્યો તો ઘણા યુઝર્સે અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી.

અહી જુઓ સચિનનું ટ્વિટ

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબર, બુધવારે 81 વર્ષના થયા છે. તેમનો જન્મ 1942માં પ્રખ્યાત હિન્દી લેખક હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચનને ત્યાં થયો હતો. તો, તેમના પિતાએ તેનું નામ ઈન્કિલાબ રાખ્યું હતું. જોકે, બાદમાં અમિતાભ કરી દીધું હતું. અમિતાભનો અર્થ થાય છે અત્યંત તેજસ્વી અથવા ગુણવાન. 'બિગ બી'ની છેલ્લા 50 વર્ષમાં એટલી મજબૂત ફેન-ફોલોઈંગ છે કે તેમના સારા સ્વાસ્થ્ય માટે દેશભરના મંદિરો અને હવનમાં ચાહકોની ભીડ વધે છે. ઉંમરના આ તબક્કે પણ બચ્ચન સાહેબ પાસે 5 મોટી ફિલ્મો છે.


  • Follow us on: