આજે સવારે અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થયો હતો. મુંબઈ પોલીસે સૈફ અલી ખાન પર થયેલા હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે સૈફના ઘરે કામ કરતા ત્રણ કર્મચારીઓની અટકાયત કરી લીછી છે. સુરક્ષા ગાર્ડ્સની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘણા કર્મચારીઓના મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા છે.


આજે સવારે લગભગ 2-3 વાગ્યાની આસપાસ બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થયો હતો. એક અજાણ્યા શખ્સ દ્રારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેમને હાલ તો સારવાર માટે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંબઈ પોલીસે સૈફ અલી ખાન પર થયેલા હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે સૈફના ઘરે કામ કરતા ત્રણ કર્મચારીઓની અટકાયત કરી લીછી છે. સુરક્ષા ગાર્ડ્સની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘણા કર્મચારીઓના મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા છે.

નોકરાણી સાથે દલીલ કેમ કરી

સવાલો ઉભા થઈ રહ્યા છે કે તે વ્યક્તિ કયા ઈરાદાથી સૈફના ઘરમાં ઘુસ્યો હતો. તેણે તેની નોકરાણી સાથે કેમ દલીલ કરી હતી. મુંબઈ પોલીસના નિવેદનમાં ચોર કે ચોરીનો કોઈ ઉલ્લેખ નથી. પોલીસે જણાવ્યું કે તેનો તેની નોકરાણી સાથે ઝઘડો થયો હતો. આ ઘટના બાદ તે વ્યક્તિ ફરાર છે. પોલીસ તેને પકડવામાં વ્યસ્ત છે. સીસીટીવીની મદદ લેવામાં આવી રહી છે.

સૈફની ટીમે શું કહ્યું?

આ ઘટના અંગે સૈફ અલી ખાનની ટીમે કહ્યું કે અભિનેતાના ઘરે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલમાં તેમની હોસ્પિટલમાં સર્જરી ચાલી રહી છે.

હુમલાખોર કોણ હતો, તે ક્યાંથી આવ્યો હતો અને હુમલા પાછળનો હેતુ શું હતો તે અંગે પોલીસ હજુ સુધી કોઈ માહિતી મેળવી શકી નથી. શું તે ચોર હતો કે બીજું કોઈ? શું તેનો હેતુ ફક્ત ચોરીનો હતો? શું કોઈએ તેને લક્ષ્ય આપ્યું હતું? ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ પ્રશ્નોના જવાબો શોધવાનું શરૂ કર્યું છે.

સુરક્ષા પર ઉભા થયેલા પ્રશ્નો

ગુરુવારે સવારે 3 વાગ્યે સૈફ અલી ખાનના ઘરે ચોરીની ઘટના બની હતી. ચોરી દરમિયાન એક ચોરે સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કર્યો. સૈફ પર છ ફટકા મારવામાં આવ્યા હતા, જેમાંથી બે ઊંડા હતા. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ તો સૈફ અલી ખાનની સર્જરી ચાલી રહી છે

  • Follow us on: